વાપી નગરપાલિકાની 28 તારીખે યોજોનાર ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ
Live TV
-
વાપી નગરપાલિકાની આગામી 28 મી તારીખે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપે આજે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વાપીમાં રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇના જનસંપર્ક કાર્યાલયમાં ભાજપના નિરીક્ષકોએ ટિકિટના દાવેદારોને સાંભળ્યા હતા.પાર્ટી દ્વારા નિમાયેલા નિરીક્ષકોમાં રાજ્યના આદિજાતિ અન્ન અને નાગરિક પુરવઠામંત્રી નરેશભાઈ પટેલ ,શીતલબેન સોની અને માધુભાઈ કથીરિયા આ ત્રણ નિરીક્ષકોએ ટિકિટના દાવેદારોને સાંભળ્યા હતા. ગઈ ચૂંટણીમાં વાપી નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા. આજે નિરીક્ષકો સમક્ષ 44 બેઠકો માટે 200 થી વધુ લોકોએ ટિકિટની માંગ કરી હતી. આમ,ભાજપે આ વખતે 44 માંથી 44 બેઠકો જીતવા જીતી શકે તેવા ઉમેદવારોને પસંદ કરવા પ્રક્રિયા હાથ ધરી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ બહુમતીથી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.
