Skip to main content
Settings Settings for Dark

15મી નવેમ્બરે વાપી નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની થશે ચકાસણી

Live TV

X
  • વલસાડ જીલ્લાની વાપી નગરપાલિકાની સામાન્ય અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી આવતીકાલે 15મી નવેમ્બરે થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 16મી હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો છે તે ચિત્ર 16મીએ સાંજે સ્પષ્ટ થશે. 28મી નવેમ્બરે મતદાન થશે અને 30મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

    28મી નવેમ્બરે યોજાનારી 44 બેઠકો ચૂંટણી માટે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ ઉમેદવારોના નામની સત્તાવાર યાદી બહાર પાડી હતી જેમાં પાલિકાના વર્તમાન 13 સભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જયારે 31 નવા સભ્યોને ટિકિટ આપવામાં આવી છે એ પ્રમાણે ભાજપના ડમી ઉમેદવારો સાથે 88 ફોર્મ ભરાયા હતા જયારે કોંગ્રેસના 43 ફોર્મ ભરયા હતા જયારે આમ આદમી પાર્ટીના 34 ઉમેદવારો મેદાન છે.

    વાપી ઉપરાંત રાજ્યના પેટલાદ, માંગરોળ, કાલાવડ નગરપાલિકા તેમજ શંખેશ્વર, હારીજ, ખેરાલુ, નસવાડી, મહુવા અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી રવિવારે 28 મી નવેમ્બરે યોજાશે અને મતગણતરી 30 મી તારીખે હાથ ધરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply