Skip to main content
Settings Settings for Dark

રાજયમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે

Live TV

X
  • ગાંધીનગર મહાનગર પાલિકા તેમજ થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને સ્વરાજ્ય સંસ્થાઓની પેટા ચૂંટણીઓમાં કુલ 218 બેઠકો માટે ગઇકાલે મતદાન હાથ ધરાયું હતું. ઇલેક્ટ્રિક મતદાન યંત્રોનો ઉપયોગ થયો હોવાથી પરિણામ બપોર સુધી જાહેર થવાની સંભાવના છે.

    ગાંધીનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રાથમિક અંદાજ મુજબ 56.24 ટકા જ્યારે ઓખા અને ભાણવડ નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણીમાં 59.52 ટકા મતદાન થયું છે.

    રાજ્યમાં ચૂંટણીપંચની યાદી મુજબ, મહાનગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં 27.20 ટકા, નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં 47.99 ટકા, જીલ્લા પંચાયતોની પેટા ચૂંટણીમાં 57.08 ટકા, અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં 67.60 ટકા મતદાન થયું છે.

     મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે થયું છે અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply