Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલની અધ્યક્ષતામાં CABCની બેઠક મળી

Live TV

X
  • નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલના અધ્યક્ષસ્થાને સંસ્કૃતિના કેન્દ્રીય સલાહકાર મંડળની બેઠક થઇ હતી. બેઠકમાં, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

    સીએબીસીના સભ્યોએ પ્રવૃત્તિઓની નોંધ લીધી હતી અને આ સંદર્ભમાં તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. મીટિંગ દરમિયાન, મંત્રાલય દ્વારા કરવામાં આવતી અન્ય વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે, પરફોર્મિંગ આર્ટ્સ, સંગ્રહાલયો અને સાંસ્કૃતિક જગ્યાઓ, વિવિધ એકેડેમીની પ્રવૃત્તિઓ અને તેના દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સભ્યોએ સંસ્કૃતિ મંત્રાલયને વધુ કાર્યક્રમો વિકસાવવા અને ભારતીય સમાજના વિવિધ સ્તરે સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા હાલના નીતિ કાર્યક્રમોને વધુ તીવ્ર બનાવવા સલાહ આપી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply