ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો વિવિધ સમાજના લોકો સાથે સીધો સંવાદ
Live TV
-
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે...ત્યારે પ્રચાર અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યું છે...ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિવિધ સમાજના લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે...ત્યારે પ્રચાર અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યું છે...ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિવિધ સમાજના લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે....ગાંધીનગરના ઈન્ફોસિટી હોલ ખાતે અનુસુચિત જાતિ અને માલધારી સમાજના અગ્રણીઓ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો....જેમાં અનુસુચિત જાતિના અગ્રણીઓએ અપેક્ષિત માગણીઓના નિરાકરણ માટે સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી...અને ખાતરી આપી હતી કે સમાજ હરહંમેશ ભાજપ સાથે જ છે...અને વિકાસમાં ભાગીદાર બનવા માટે પ્રયત્નશિલ છે....આ કાર્યક્રમમાં અનુસુચિત જાતિના અગ્રણી શંભુ પ્રસાદ ટુંડિયા, પૂનમ મકવાણા, ગૌતમ કેડિયા સહિતના મહાનુભાવો ઉપસ્તિત રહ્યા હતા....તો માલધારી સમાજના લોકોએ પણ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોતાની કેટલીક માગણીઓ રાખી હતી...અને કહ્યું હતું કે સમાજ ભાજપ સાથે જ છે....આ કાર્યક્રમમાં વાલજી દેસાઈ, હેમરાજ પડલીયા, બાબુ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
