વધતા કોરોનાના કેસના કારણે કેન્દ્ર સરકારે બહુ-શાખીય ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો મોકલી
Live TV
-
આરોગ્ય સચિવે 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તાજેતરમાં કોવિડ-19ના કેસોમાં થયેલી વૃદ્ધિ અંગે પત્ર લખ્યો અને ચોક્કસ પગલાંઓ ભરવા વિશે સલાહ આપી
કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લક્ષિત કોવિડ પ્રતિભાવ અને વ્યવસ્થાપન માટેના જાહેર આરોગ્યના પગલાંમાં સહકાર આપવા માટે અને મહામારીની સ્થિતિને અસરકારક રીતે નિયંત્રણમાં લેવા માટે ઉચ્ચ સ્તરીય બહુ-શાખીય ટીમો મોકલવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બહુ-શાખીય ટીમો મોકલવામાં આવી છે. આ ટીમો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસન સાથે નીકટતાથી કામ કરશે અને તાજેતરમાં અહીં કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં ઝડપથી નોંધાયેલી વૃદ્ધિના કારણોની તપાસ કરશે. તેઓ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે તેમજ સંક્રમણની સાંકળ તોડવા માટે જરૂરી વિવિધ પગલાંઓ લેવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત આરોગ્ય સત્તામંડળો સાથે પણ સંકલન કરશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે નિયમિત ધોરણે ઉભરતી પરિસ્થિતિની કટોકટીપૂર્ણ સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં કોવિડ-19ના વ્યવસ્થાપનમાં મળેલી સફળતા નિષ્ફળ ના જાય.
કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પત્ર લખવામાં આવ્યો છે જ્યાં તાજેતરમાં કોવિડના પોઝિટીવ કેસોમાં દૈનિક ધોરણે નોંધપાત્ર વધારો થયો છે તેમજ RT-PCR પરીક્ષણોના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે તેમજ કેટલાક જિલ્લામાં પોઝિટીવિટીમાં વૃદ્ધિ નોંધાઇ છે.
RT-PCR કરાવવા વાળા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તે માટે કેન્દ્ર સરકારે તેમાં વધારો કરવા અંગે પગલાં લઇ કેસમાં નિયંત્રણ લાવવા ટીમોને મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મોક્લવવામાં આવી...
