રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા માટે સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી
Live TV
-
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા માટે સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓને મતદાનની કાર્યવાહી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કર્મચારીઓને EVM મશીનથી લઈને તમામ પ્રકારની મતદાનની કાર્યવાહીથી અવગત કરાવવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કરવામાં આવશે.
