સુરત મહાનગરપાલિકાની પૂરજોશમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા
Live TV
-
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપની ટિકિટ પરથી લડવા માંગતા દાવેદારોને આજથી સાંભળવાનું શરુ કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ નિરીક્ષકો 24મી અને 25 મી દરમિયાન તમામ 30 વોર્ડના દાવેદારોને સાંભળશે. પૂર્વ મંત્રીથી લઈ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અલગ અલગ વોર્ડ પ્રમાણે દાવેદારોને સાંભળવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં ભાજપ કાર્યાલય પરથી કુલ 2700 ફોર્મ વિતરીત કરી દેવામાં આવ્યા છે અને દરેક ઝોન પર 100 ફોર્મ આપવામાં આવ્યા છે. સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 52 ઉમેદવારો જાહેર કર્યા છે. અગાઉ ઉમેદવારોની 2 યાદી જાહેર કર્યાં બાદ શનિવારે વધુ 22 ઉમેદવારોના નામ આપ પાર્ટીએ જાહેર કર્યાં હતા. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરાઈ નથી. ચાલુ મહિનામાં જ કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવાનો કાર્યક્રમ 2 દિવસ ચાલ્યો હતો જેમાં 700 જેટલા ઉમેદવારોએ ટિકિટ માંગી હતી.
