પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુકત પદાધિકારીઓની બેઠક યોજાઇ
ડો.અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવનિયુકત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશકત કરવા તેમજ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશમાં તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પંહોચાડવા હાકંલ કરી હતી.