અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા “Peer Visit” યોજાઈ
આ ઐતિહાસિક સફળતા બાદ રાજ્યની અન્ય નગરપાલિકાઓને ‘અમદાવાદ મોડેલ’માંથી પ્રેરણા મળી શકે તે હેતુસર સ્વચ્છ સર્વેક્ષણ–2025-26ના “Capacity Building” પેરામીટર (7.6) અંતર્ગત રાજ્યની 27 જેટલી વિવિધ નગરપાલિકાઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની ‘Peer Visit’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કુલ 27 નગરપાલિકાઓના અધિકારીઓએ અમદાવાદની મુલાકાત લીધી હતી.