ધો. 10-12 બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર: 26 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે.
પરીક્ષાની તારીખો:
ધોરણ-10: 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ.
ધોરણ-12 સાયન્સ: 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ (પ્રારંભ ફિઝિક્સ પેપરથી)
ધોરણ-12 સામાન્ય પ્રવાહ: 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ (પ્રારંભ ઇકોનોમિક્સ પેપરથી)