Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત

આ પ્રસંગે રાજ્યપાલએ દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન જેવા વિષયો પર નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ રમતગમત ક્ષેત્રે થઈ રહેલા ઉત્કૃષ્ટ માળખાકીય બદલાવથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. આ અવસરે રાજ્યપાલએ ગ્રામ્ય અર્થતંત્રને વધુને વધુ મજબૂત બનાવવા સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયાસોને વેગ આપવા જણાવ્યું હતું.

Gujarati

ભારત સ્વચ્છ, મજબૂત અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે: હરદીપ પુરી

કેન્દ્રીય મંત્રીએ સમજાવ્યું કે ભારતની ઉર્જા નીતિ ચાર-પાંખીય અભિગમ પર આધારિત છે: ક્રૂડ ઓઇલ આયાતનું વૈવિધ્યકરણ, ઘરેલુ તેલ અને ગેસ શોધમાં વધારો, સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. ઉજ્જવલા યોજના હેઠળ, અત્યાર સુધીમાં 106 મિલિયન ગરીબ પરિવારોને સબસિડીવાળા LPG સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે.

Gujarati

બાંગ્લાદેશ: ઢાકા એરપોર્ટ પર ભીષણ આગ લાગવાથી હવાઈ સેવાઓ ખોરવાઈ

ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ મીડિયા સેલના અધિકારી તલહા બિન જાસીમના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે એરપોર્ટના ગેટ નંબર 8 પર કાર્ગો ગામમાં આગ લાગી હતી અને 36 ફાયર ફાઇટિંગ યુનિટ આગને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યા છે."અમારા બધા વિમાન સુરક્ષિત છે. પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી વધુ માહિતી પૂરી પાડવામાં આવશે," બાંગ્લાદેશના અગ્રણી અખબાર, ધ ડેઇલી સ્ટારે એરપોર્ટના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની શુભેચ્છા મુલાકાત

આ પ્રસંગે રાજ્યપાલએ દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, સ્વદેશી અભિયાન, સ્વચ્છતા અભિયાન, યુવા વિકાસ જેવા વિવિધ વિષયો પર કેન્દ્રીય મંત્રી સાથે વિગતે ચર્ચા કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ વર્તમાન સમયમાં ભારતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુવા કૌશલ્ય તેમજ રોજગાર લક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને નવીન આયામોથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. આગામી સમયમાં ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ વધુ રોશન કરે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું હતુ.

Gujarati

રમતગમત રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની લીધી મુલાકાત

ડૉ.ગામીતે અધિકારી – કર્મચારીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રમતગમત વિભાગ દ્વારા કાર્યરત અનેક યોજનાઓની માહિતી ગુજરાતના છેવાડાના યુવાનો સુધી પહોચે તે દિશામાં આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે. રાજ્ય સરકાર આગામી સમયમાં ઓલમ્પિક અને કોમનવેલ્થ રમતોનું આયોજન કરીને ગુજરાતનું નામ રમતગમત ક્ષેત્રે વધુ રોશન કરશે તેવી કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવશે.

Gujarati

કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો

આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો.કૃષિ મંત્રી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રીએ ચાર્જ સંભાળ્યો તે વેળાએ વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિહાર વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને તેનો લાભ બિહારના જન જન સુધી પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એન.ડી.એ.ની સરકારની વિકાસલક્ષી નીતિઓના કારણે બિહારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એટલું જ નહિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ડબલ સ્પીડથી થયો છે અને બિહારને વધુ સુદ્રઢ કનેક્ટિવિટી મળી છે. 

Gujarati

‘નશામુક્ત ભારત અભિયાન’માં 8000થી વધુ જનજાગૃત્તિની પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી

અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ, સાઇન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, શપથ ગ્રહણ કાર્યક્રમો, પ્રચાર સામગ્રીનું વિતરણ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ 8000થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા. 

Gujarati

દિવાળી પહેલા NCRમાં પ્રદૂષણ ચરમસીમાએ,નોઈડા અને ગાઝિયાબાદમાં AQI 300 ને વટાવ્યુ

કેટલાક વિસ્તારોમાં, પરિસ્થિતિ એટલી ભયાનક છે કે AQI લાલ નિશાનને પણ વટાવી ગયો છે. નોઈડાના વિવિધ વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું ઉચ્ચ સ્તર નોંધાયું હતું. સેક્ટર 62 માં AQI 244, સેક્ટર 1 286 અને સેક્ટર 116 290 પર પહોંચ્યું. સૌથી ખતરનાક પરિસ્થિતિ સેક્ટર 125 માં જોવા મળી હતી, જ્યાં AQI 319 નોંધાયું હતું, જે "ગંભીર" શ્રેણીની ખૂબ નજીક છે.

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, ઓખલા ફેઝ 2 માં AQI 223, પુસામાં 277 અને મુંકડમાં 282 નોંધાયું છે.

Gujarati

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને ‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન

રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહ મીના હુશેને સ્વીકાર્યો હતો. 
 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply