રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટીબી મુક્ત ભારત અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી કામગીરીની કરી સમીક્ષા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, આરોગ્ય નિયામક ડૉ. રતનકંવર ગઢવી ચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યમાં ચાલી રહેલા ટી.બી. નિયંત્રણ કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ટી.બી. સામેની લડતને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃત અને સક્રિય ભાગીદારી આ અભિયાનની સફળતાનું મુખ્ય આધારસ્તંભ છે.માનનીય રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, દરેક ટી.બી.