Skip to main content
Settings Settings for Dark

Live TV

X

‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહની સફળ ઉજવણી: 10 હજારથી વધુ નાગરિકો સહભાગી

આ સપ્તાહ દરમિયાન, 10 હજારથી વધુ વન્યજીવ અને પર્યાવરણપ્રેમી નાગરિકોએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તથા અરણ્ય ઉદ્યાન ખાતેની ઉજવણીમાં સહભાગી થઈ પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો.

માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ સેમિનારમાં વિશેષ રજૂઆત

વન્યજીવ સપ્તાહની ઉજવણીના અંતિમ કાર્યક્રમ તરીકે, તા. 8 ઓક્ટોબર 2025ના રોજ કોલેજના વિદ્યાર્થીઓ માટે માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarati

મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ: ટ્રેડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન 

કોન્ફરન્સના ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ પહેલાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણા ખાતે આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Gujarati

વિકાસ સપ્તાહ: ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો

આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાત રાજ્યને યુવા રોજગાર અને કૌશલ્યકરણમાં દેશનું અગ્રેસર રાજ્ય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકાર યુવાનોના શિક્ષણ બાદ સરકારી નોકરી માટેની ચિંતાનું નિવારણ લાવે છે. તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 24 વર્ષના સુશાસનની સિદ્ધિઓને પણ બિરદાવી હતી.

Gujarati

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ - 'ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

અમદાવાદ: પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, 'ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા' કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી કરવામાં આવ્યો છે.

Gujarati

કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો

દેશના ભવિષ્ય એવા આજના યુવાનોમાં રહેલા કૌશલ્યને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમવાર આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. 

Gujarati

રાજ્યભરમાંથી સહકારી ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ-બહેનોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરતા 1 કરોડ 11 લાખ 75 હજાર પોસ્ટકાર્ડ લખ્યા

સહકારી ક્ષેત્રે લેવાયેલા લોકહિતકારી નિર્ણયો બદલ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ મારફત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રધાનમંત્રીના જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બર, 2025થી અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી 1 કરોડ 11 લાખ 75હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

Gujarati

NFSU,ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ 'હેક્ડ 2.0'નું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે જાગૃતિ. જે કોઈ સાયબર ક્રાઈમનો શિકાર બને તેણે તરત જ 1930 નંબર ડાયલ કરવો. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારના લોકો વધુ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને વડીલો ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યાં છે. આ સ્થિતિમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ અત્યંત જરૂરી છે. આવા પડકારજનક સમયમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા સામાજિક જવાબદારીના કરેલા આ મહત્ત્વપૂર્ણ પ્રયાસને મંત્રીએ બિરદાવીને બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. 

Gujarati

ભારતનું મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટર 2027 સુધીમાં 3 લાખ કરોડને પાર જવાનો અંદાજ

ફિક્કી ફ્રેમ્સની 25મી આવૃત્તિને સંબોધતા, લાહોટીએ જણાવ્યું કે ભારતના મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ (M&E) સેક્ટરે 2024માં અર્થવ્યવસ્થામાં ₹2.5 લાખ કરોડનું યોગદાન આપ્યું અને 2027 સુધીમાં તેના ₹3 લાખ કરોડને પાર જવાનો અંદાજ છે.

Gujarati

2028 સુધીમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે: બ્રિટિશ પીએમ સ્ટાર્મર

 પીએમ કીર સ્ટાર્મર બ્રિટનના 125 સૌથી અગ્રણી સીઈઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, યુનિવર્સિટીના કુલપતિઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓના અધિકારીઓ સાથે ભારત આવ્યા છે.ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બંને નેતાઓ ભારત-બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (CETA) દ્વારા રજૂ કરવામાં આવેલી તકો પર વ્યવસાયો અને ઉદ્યોગ જગતના નેતાઓ સાથે ચર્ચા કરશે.

ભારત સાથે વેપાર ઝડપી અને સસ્તો થવાનો છે

Gujarati

ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય: કપાસની ટેકાના ભાવે ખરીદી માટે મંત્રી રાઘવજી પટેલે CCI સાથે બેઠક યોજી

મંત્રીએ દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા માટે CCIને સૂચન કર્યું હતું, જેથી વધુ ખેડૂતો સરળતાથી કપાસનું વેચાણ કરી શકે.હાલ કપાસના બજારભાવ ટેકાના ભાવ (રૂ.  8060 પ્રતિ ક્વિન્ટલ) કરતાં રૂ. 800 થી રૂ. 1000 પ્રતિ ક્વિન્ટલ જેટલા ઓછા છે. તેથી, મહત્તમ ખેડૂતો નોંધણી કરાવે તે માટે રજિસ્ટ્રેશનની તારીખ (31 ઓક્ટોબર) લંબાવવા મંત્રીશ્રીએ ભલામણ કરી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply