Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા-તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે,ગાંધીજીના જીવન પર અનેક પ્રકારના મૂલ્યવાન પુસ્તક લખાયેલા છે. તેમના અહિંસાના વિચારોથી પ્રેરીત થઈને યુનો દ્વારા તેમના જન્મ દિવસને 'વિશ્વ અહિંસા દિવસ' તરીકે પણ ઉજવવાની પહેલ કરવામાં આવી છે.

Gujarati

દિલ્હી: પ્રધાનમંત્રી મોદી દશેરા સમારોહમાં થશે સામેલ, સુરક્ષાના કડક બંદોબસ્ત

આ પહેલીવાર નથી જ્યારે પ્રધાનમંત્રી દિલ્હીના દશેરા સમારોહમાં સામેલ થઈ રહ્યા હોય.

ગયા વર્ષે (2024): તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાનમાં લવ કુશ રામલીલામાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓને બાળવા માટે તીર છોડ્યું હતું. તે દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ આ તહેવારના સાહસ, શાંતિ અને સત્યની જીતના શાશ્વત સંદેશ પર ભાર મૂક્યો હતો.

Gujarati

વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું, "વિજયાદશમીના પાવન અવસર પર, હું તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અધર્મ પર ધર્મની વિજયનું પ્રતીક, વિજયાદશમીનો તહેવાર આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "દેશના વિવિધ ક્ષેત્રોમાં રાવણ દહન તથા દુર્ગા પૂજાના રૂપમાં મનાવવામાં આવતો આ પર્વ ભારતના જીવન-મૂલ્યોને દર્શાવે છે. આ તહેવાર આપણને ક્રોધ અને અહંકાર જેવી નકારાત્મક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા તથા સંઘર્ષ અને શૌર્ય જેવી સકારાત્મક પ્રવૃત્તિઓને અપનાવવાનો સંદેશ આપે છે."

Gujarati

મશહૂર શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રનું 91 વર્ષની વયે નિધન

 ઘરે પાછા ફર્યા પછી પણ તેમની તબિયતમાં બહુ સુધારો થયો નહોતો અને ગુરુવારે સવારે મિર્ઝાપુરમાં તેમનું નિધન થયું. તેમના નિધનના સમાચારથી સંગીત જગતમાં શોકની લહેર ફરી વળી છે. પંડિત છન્નૂલાલ મિશ્રના અંતિમ સંસ્કાર ગુરુવારે સાંજે બનારસમાં કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત છન્નૂલાલ મિશ્રના નિધન પર ગહન દુઃખ વ્યક્ત કર્યું.

Gujarati

સંરક્ષણ મંત્રીએ સૈનિકોને નવી ટેકનોલોજી અપનાવવા,તાલીમને પ્રાથમિકતા આપવા અને દરેક પડકાર માટે તૈયાર રહેવાનો કર્યો આગ્રહ

આ પ્રસંગે તેમણે વિશ્વના ઝડપથી બદલાતા સ્વરૂપ અને દિવસેને દિવસે ઉભરી રહેલા જટિલ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "આ ઝડપથી બદલાતા યુગમાં, ટેકનોલોજીનું સ્વરૂપ સતત વિકસિત થઈ રહ્યું છે. થોડા સમય પહેલા જેને આધુનિક ટેકનોલોજી માનવામાં આવતી હતી તે ઝડપથી જૂની બની રહી છે."

Gujarati

રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભ 2025નો કરાવ્યો પ્રારંભ

ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ આ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવાધનના સૌથી મોટા ઉત્સવ 'ખેલ મહાકુંભ'નો પ્રારંભ કરાવતા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "એક તરફ ગુજરાતમાં લોકપ્રિય ઉત્સવ નવરાત્રી ચાલી રહી છે અને બીજી બાજુ યુવાનોનો લોકપ્રિય ઉત્સવ ખેલ મહાકુંભ આજથી શરૂ થઈ રહ્યો છે. આ એક એવી અનોખી ઘટના છે જે દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા નહીં મળે."

Gujarati

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં BRCP ફેઝ III ને લીલી ઝંડી: 12 વર્ષનો રોડમેપ તૈયાર

આ કાર્યક્રમનો કુલ ખર્ચ અંદાજ રૂ. 1,500 કરોડ છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી (DBT) દ્વારા રૂ. 1,000 કરોડ અને યુનાઇટેડ કિંગડમની વેલકમ ટ્રસ્ટ (WT) દ્વારા રૂ. 500 કરોડનું યોગદાન આપવામાં આવશે.

ફેઝ IIIના મુખ્ય લક્ષ્યો

Gujarati

થલસેના પ્રમુખે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી: ઑપરેશનલ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ

વાસ્તવમાં, સરહદી વિસ્તારોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે થલસેના અને વાયુસેના વચ્ચે વધુ સારું સંયુક્ત સંચાલન અને સંકલન અત્યંત જરૂરી છે.

સૈન્ય કર્મીઓના જુસ્સાની સરાહના

સેનાધ્યક્ષ જનરલ દ્વિવેદીએ અહીં તૈનાત સૈન્ય કર્મચારીઓને તેમના કાર્ય માટે આભાર માન્યો હતો અને રાષ્ટ્રસેવા પ્રત્યેના તેમના અતુટ સંકલ્પ અને જુસ્સાની પ્રશંસા કરી હતી. તેમણે વાયુસેનાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની વ્યાવસાયિકતા, સમર્પણ અને સંયુક્ત સંચાલનની ભાવનાને બિરદાવી હતી.

Gujarati

ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી: PM મોદીએ શોક કર્યો વ્યક્ત

ફિલિપાઇન્સના પ્રાદેશિક સિવિલ ડિફેન્સ અધિકારી જેન અબાપોએ જણાવ્યું હતું કે આ આંકડો સ્થાનિક ડિઝાસ્ટર એજન્સીના ડેટા પર આધારિત છે અને મૃત્યુની સત્તાવાર પુષ્ટિ ચાલી રહી છે. અધિકારીઓના મતે, આ ભૂકંપ છેલ્લા એક દાયકામાં દેશમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ પૈકીનો એક છે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કરીને ભારતની એકતાનો સંદેશ આપ્યો
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે,

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી

વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે તેમ તેમણે વિજયાસશમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા, સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારૂં અને આતતાયી તાકાતોને નષ્ટ કરનારું બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply