ટી.બી. નિદાનને મળશે વેગ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 180 Truenat મશીનોનું લોકાર્પણ
કેન્સર પણ એક ગંભીર રોગ છે. રાજ્યમાં જોવા મળતા 75 ટકા કરતાં વધુ કેસો એડવાન્સ સ્ટેજમાં જ નિદાન પામે છે, જેના કારણે દર્દી અને તેમના પરિવાર પર ભારે આર્થિક ભારણ પડે છે અને જીવનગુણવત્તા ઘટે છે. પરંતુ જો વહેલી તકે નિદાન થાય તો સારવાર અસરકારક બને છે, ખર્ચ ઘટે છે અને દર્દીનું જીવનગુણવત્તા જળવાઈ રહે છે.ગુજરાતમાં મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ રોગોના વહેલા નિદાન માટે રાજ્ય સરકાર GCRI સાથે મળીને વિશાળ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યું છે. આશરે 27,000આરોગ્ય કર્મીઓને રૂ. 6.72 કરોડના ખર્ચે તાલીમ આપવામાં આવશે.