Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંદલોડિયા વિસ્તારમાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત કર્યું વૃક્ષારોપણ

કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, શહેર વિસ્તારના ધારાસભ્યઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા.મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર છે. ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 ચલાવ્યું છે.

Gujarati

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા

જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ 20 દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.

Gujarati

સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ કર્યો એનાયત

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (ADP) અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP)માં સમાવિષ્ટ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની ટીમને વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ મેડલ્સ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Gujarati

AI અને 'સેન્સર-ટુ-શૂટર' સિસ્ટમ સાથે સેનાનું શક્તિ પ્રદર્શન, 'દિવ્ય દ્રષ્ટિ' કવાયત સંપૂર્ણપણે સફળ

આ 'દિવ્ય દ્રષ્ટિ' લશ્કરી કવાયતમાં, અદ્યતન તકનીકો, કૃત્રિમ બુદ્ધિ (AI), ડ્રોન અને 'સેન્સર-ટુ-શૂટર' ક્ષમતાઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન, સેનાએ વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આધુનિક સિસ્ટમોની અસરકારકતાનું મૂલ્યાંકન કર્યું. 'દિવ્ય દ્રષ્ટિ' કવાયત ભારતીય સેનાની તકનીકી ક્ષમતા, લડાઇ કુશળતા અને વ્યૂહાત્મક તૈયારીને પ્રતિબિંબિત કરે છે, જેને ભવિષ્યની યુદ્ધ વ્યૂહરચનાઓને નવી દિશા આપતું પગલું માનવામાં આવે છે.

Gujarati

સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બનશે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં સમાજ, રાષ્ટ્ર અને માનવતાના કલ્યાણનો આધાર બની શકે છે." આ પ્રેરણાદાયી લાગણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત 'ધન્યોગૃહસ્થાશ્રમ' - યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી.

Gujarati

ભારત IBCA દ્વારા વૈશ્વિક વાઘ સંરક્ષણનું નેતૃત્વ કરે છે: કેન્દ્રીય પર્યાવરણ મંત્રી

વન્યજીવન સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા, ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતમાં વાઘ અભયારણ્યોની સંખ્યા 2014માં 46 થી વધીને આજ સુધીમાં 58 થઈ ગઈ છે. આ વધારો આપણા રાષ્ટ્રીય પ્રાણીના રક્ષણ પ્રત્યે પ્રધાનમંત્રીની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Gujarati

અમરનાથ યાત્રા: અત્યાર સુધીમાં 3.83 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

આ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. દરમિયાન, આજે મંગળવારે 1490 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આમાંથી, 327 શ્રદ્ધાળુઓને લઈને 16 વાહનોનો પહેલો કાફલો સવારે  3:25 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો, જ્યારે 1163 શ્રદ્ધાળુઓને લઈને 45 વાહનોનો બીજો કાફલો સવારે 3:57 વાગ્યે પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. હવે યાત્રામાં ફક્ત 12 દિવસ બાકી છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવઘર માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કરી કામના

મંગળવારે ઝારખંડના દેવઘરમાં બસ અકસ્માતમાં 5 કાવડીઓના મોત અને 20 થી વધુ ઘાયલ થયા એ સૌને આઘાત પહોંચાડ્યો છે. આ દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. આ માહિતી મંગળવારે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું...

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

ભારતીય મજદૂર સંઘ આ મંત્રને લઈને જ અવિરત કાર્ય કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીનો સમાપન સમારોહ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ યોજાયો હતો.મુખ્યમંત્રીએ શ્રમનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે,  “હર હાથ કો કામ ઓર હર કામ કા સન્માન” એટલે દરેક કામને સન્માન મળવું જોઈએ. પોતાની ફરજમાં આવતા કાર્યને નિષ્ઠાપૂર્વકથી કરવું જોઈએ.

Gujarati

જમ્મુ અને કાશ્મીરના લિડવાસ વિસ્તારમાં 'ઓપરેશન મહાદેવ' હેઠળ સુરક્ષા દળોને મોટી સફળતા મળી,ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

સેનાના જવાનોએ 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર લિડવાસમાં થયું હતું, જ્યાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને તેમને ઠાર માર્યા હતા.સેનાના ચિનાર કોર્પ્સે તેના X હેન્ડલ પર ઓપરેશન અંગે માહિતી શેર કરી હતી. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ઓપરેશન મહાદેવ: લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો છે અને ઓપરેશન ચાલુ છે. આના થોડા સમય પછી, બીજી પોસ્ટમાં, ચિનાર કોર્પ્સે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply