ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે ODI શ્રેણી 2-1થી જીતી, બનાવ્યો અનોખો રેકોર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચ 13 રનથી જીતી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડના એક જ પ્રવાસ પર બંને મર્યાદિત ઓવરની શ્રેણી જીતી છે.
ODI શ્રેણી પહેલા ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણી પણ જીતી
ODI શ્રેણી પહેલા, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી 3-2 થી જીતી હતી. ઇંગ્લેન્ડ ઉપરાંત, ભારતીય મહિલા ટીમે વિદેશી ધરતી પર ત્રણ દેશો સામે આ સિદ્ધિ હાંસલ કરી છે.