Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી મૃત્યુઆંક વધીને પાંચ થયો, 413 લોકોને બચાવી લેવામાં આવ્યા, શોધખોળ ચાલુ

બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને ભારતીય સેનાની ટીમો ફસાયેલા લોકોને બચાવવા અને ગુમ થયેલા લોકોને શોધવા માટે અથાક મહેનત કરી રહી છે.ચાલુ પ્રયાસોની વિગતો આપતા, ITBP પ્રવક્તા કમલેશ કમલે જણાવ્યું હતું કે, "ધારાલીમાં ITBPની પાંચ ટીમો છે, જેમાં 130 જવાનો છે. 100 થી વધુ જવાનો રસ્તા પર છે, અને તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચશે."

Gujarati

હાથશાળના વણકરોને ટેકો આપવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી

હેન્ડલૂમ સોસાયટીઓના ઉત્થાન માટેના સતત પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ  દ્વારા  પેકેજ સ્કીમ અમલમાં છે. આ પહેલ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ઔદ્યોગિક સહકારી મંડળીઓને ટેકો આપે છે, જે અંતર્ગત હેન્ડલૂમ પ્રોડક્ટ્સ એટલે કે હાથશાળ ઉત્પાદનોના વેચાણ પર વળતર સહાય આપવામાં આવે છે. વર્ષ 2024-25ની વાત કરીએ, તો આ યોજના હેઠળ રાજ્યની 246થી વધુ  હેન્ડલૂમ કૉઓપરેટિવ સોસાયટીઓ (હાથશાળ સહકારી મંડળીઓ)એ લાભ મેળવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ₹290 કરોડથી વધુ  મૂલ્યની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ થયું છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં હેન્ડલૂમ સેક્ટરનો સતત વિકાસ થઈ રહ્યો છે. 

Gujarati

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ

જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. 4 થી 7 ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે પધાર્યું છે. આજે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ ત્રિપુરાના સહકારિતા મંત્રી સહિત અધિકારીઓના પ્રતિનિધિ મંડળને ગુજરાતના સહકારિતા મોડેલ વિશે વિગતવાર માહિતી આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવી હતી. 

Gujarati

પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની લીધી મુલાકાત

આ પ્રસંગે  નવદીપ સિંહના કોચ સુનિલ તંવર તેમજ બનાસકાંઠાના પેરા અથલેટ્સ ભાવનાબેન ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ બંન્ને ખેલાડીઓ અને કોચનું સાલ ઓઢાડી સન્માન કરીને ઉત્સાહ વધાર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિ દ્વારા દેશનું નામ રોશન કરવા બદલ રાજ્યપાલએ અભિનંદન પાઠવી ઉન્નત ભવિષ્ય માટે  શુભકામનાઓ પાઠવી હતી.

Gujarati

ગુજરાત અને NTPC વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટ્સમાં સહયોગની તકો વધારવા અંગે કર્યો વિચાર વિમર્શ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમા ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં NTPCના ચેરમેનશ્રીએ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુકિલિયર અને પમ્પ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે NTPC અને ગુજરાત વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટ્સમાં રહેલી સહયોગની તકો વિસ્તારવા અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા. 

મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં NTPCની સબસિડિયરી NTPC ગ્રીન એનર્જી લીમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સરિત મહેશ્વર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. 

Gujarati

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રિ નદી પરના પુલનું નિર્માણ કાર્ય થયુ પૂર્ણ

ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયેલો છે.આ પુલ જેની લંબાઈ 80 મીટર છે. તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક નદીના પ્રવાહમાં સ્થિત છે અને બે નદીના કાંઠે (દરેક કાંઠે, એક‑એક) છે. 

વડોદરા શહેરની શહેરી દૃશ્યરેખા દ્વારા પસાર થતો આ પુલ વડોદરા જીલ્લા માટે મહત્વપૂર્ણ નિર્માણના ઘટક રૂપે સેવા આપે છે. વડોદરા એક સૌથી વ્યસ્ત શહેરી કેન્દ્ર છે અને શહેરમાંથી પસાર થતો એક પુલ નિર્માણ કરવા માટે વિશિષ્ટ યોજના, વડોદરા મહાનગર પાલિકા અને અન્ય સ્થાનિક પ્રાધિકારીઓ સાથે સંકલન થકી પૂર્ણ થયું છે

Gujarati

શ્રાવણ 2025 : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ "વંદે સોમનાથ" કલા મહોત્સવ

વિશેષ રૂપે શ્રાવણ 2025માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ સ્થળે દેશભરમાંથી આવનાર કલાકારો પોતાની નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે. આ સુભગ સમન્વયથી સોમનાથમાં સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.

પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટિથી સોમનાથની સાંસ્કૃતિક પુનઃ સ્થાપના:

Gujarati

રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આજ તા.06 થી 12 ઓગસ્ટ સુધી ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી

કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે તે માટે અભ્યાસક્રમમાં પણ સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તેમ,આજે પેથાપુર ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. 

Gujarati

નવજાત શિશુઓ માટે અમૃતધારા સમાન 'હ્યુમન મિલ્ક બેંક', 19 હજારથી વધુ બાળકોને મળ્યું નવજીવન

આ બેંક અકાળે જન્મેલા, ઓછા વજનવાળા અથવા માતાનું દૂધ ન મળી શકતું હોય તેવા બાળકો માટે જીવનરક્ષક બની રહી છે.

હજારો બાળકોને મળ્યો લાભ

Gujarati

ભાઈ-બહેનના અતૂટ બંધનનો તહેવાર: 9 ઓગસ્ટે ઉજવાશે રક્ષાબંધન 

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતો આ તહેવાર માત્ર એક રેશમના દોરા પૂરતો સીમિત નથી, પરંતુ તે વચન, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. આ વર્ષે બહેનો માટે ખાસ ખુશીની વાત એ છે કે રક્ષાબંધન પર ભદ્રાની કોઈ છાયા નથી, જેના કારણે તેઓ આખો દિવસ શુભ મુહૂર્તમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.

રક્ષાબંધનનું મહત્વ

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply