Skip to main content
Settings Settings for Dark

Live TV

X

'એક પેડ માં કે નામ 2.0' અભિયાન અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 4 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વધુમાં, આનંદમ્ પરિવાર દ્વારા અંદાજે 2 લાખ 11 હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. 

Gujarati

AMC દ્વારા રૂ. 81.40 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એએમસી દ્વારા રૂ. 81.40 કરોડના ખર્ચે પૂર્વ ઝોના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડને આવરી લેતી નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની પણ ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન થકી પૂર્વ ઝોનના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડની 5 લાખ વસ્તીને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળી છે.

Gujarati

“વંદે સોમનાથ કલા મહોત્સવ”: સોમનાથની પ્રાચીન કલા આરાધના પુનઃ જીવિત થઈ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા "વંદે સોમનાથ" ઉત્સવનું બીજું ચરણ સપન્ન થયું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ તેની ઐતિહાસિક ધરોહર ફરી પાછી મેળવી રહ્યું છે. તે જ દિશામાં  સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) ના સંયુક્ત ઉપક્રમે "વંદે સોમનાથ કલા મહોત્સવ" નું આયોજન કરાયું છે. આ નૂતન પ્રકલ્પનો ઉદ્દેશ સોમનાથ તીર્થના પ્રાચીન ઇતિહાસની અદ્વિતીય કલા અને સાંસ્કૃતિક ધરોહરને પુણ્ય જાગૃત કરવાનો છે.

Gujarati

અશોક ચૌધરી બન્યા GCMMFના ચેરમેન, ગોરધન ધામેલિયાને મળ્યું વાઈસ ચેરમેન પદ

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેનની જાહેરાત થઇ ચુકી છે. અશોક ચૌધરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન બન્યા, જ્યારે ગોરધન ધામેલિયા GCMMFના વાઈસ ચેરમેન બન્યા. અશોક ચૌધરી, ગોરધન ધામેલિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અશોક ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન છે જ્યારે ગોરધન ધામેલિયા રાજકોટ ડેરીના ચેરમેન છે.

Gujarati

અમદાવાદ અને સુરતમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, એરપોર્ટ અને સ્કુલ બન્યા નિશાન

ગુજરાતમાં એરપોર્ટ અને સ્કુલને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત છે. આ દિશામાં અમદાવાદ અને સુરતમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો, અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું, જયારે સુરતની વાત કરવામાં આવે તો ત્યાં સ્કુલને નિશાન બનાવવામાં આવી. બંને સ્થળોએ બોમ્બ મુક્યા હોવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ

Gujarati

મુંબઈ સિરિયલ બ્લાસ્ટ: 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના HCના નિર્ણયને SCમાં પડકાર

મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે પુરાવાના અભાવે 19 વર્ષ પછી 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટના આ નિર્ણયથી દેશની ન્યાયિક અને રાજકીય વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકાર વતી, સોલિસિટર જનરલ (SG)એ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

Gujarati

સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા, બેંકિંગ શેરોમાં ઉછાળો

ભારતીય શેરબજાર મંગળવારે લીલા રંગમાં ખુલ્યું હતું, જેમાં ICICI બેંક અને AXIS બેંક જેવા મુખ્ય બેંકિંગ શેરો અગ્રણી રહ્યા. સવારે 9:23 વાગ્યે, સેન્સેક્સ 152 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 82,359 પર અને નિફ્ટી 38 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 25,129 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી બેંક 0.30 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો

Gujarati

બાબા અમરનાથની 3.21 લાખ શ્રદ્ધાળુઓએ કરી યાત્રા, 3536 યાત્રીઓ પરત ફર્યા

3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાને 19 દિવસ થઈ ગયા છે. 19 દિવસમાં 3.21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શન કર્યા છે. મંગળવારે 3536 શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો જમ્મુથી વેલી માટે રવાના થયો હતો. અધિકારીઓએ કહ્યું કે, યાત્રા સુગમ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને છેલ્લા 19 દિવસમાં 3.21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.

દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પમાં પહોંચે છે

Gujarati

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, શાળાઓ બંધ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ધારાલી અને સક્તોહ નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે, જેના કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાવચેતીના પગલા રૂપે, વહીવટીતંત્રે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ મંગળવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Gujarati

સંસદનું ચોમાસું સત્ર: બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આ બીલ પર ચર્ચા

સંસદના ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ગોવા રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં અનુસુચિત જનજાતિઓના પ્રતિનિધિત્વના પુનઃ ગઠન સંબંધિત વિધેયક રજૂ કરશે. સરકાર પ્રયાસ કરશે કે આ વિધેયક આજે જ પસાર કરવામાં આવે. જયારે રાજ્યસભામાં આજે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ સમુદ્ર માર્ગે માલવહન વિધેયક પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે. તે ઉપરાંત બંને ગૃહોમાં અન્ય વિધેયક પર કામકાજ પણ હાથ ધરવામાં આવશે. પ્રશ્નકાળ દરમિયાન અનેક મહત્વના પ્રશ્નો પુછવામાં આવશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply