Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ચોમાસા વચ્ચે કેદારનાથ યાત્રા માટે તંત્ર એલર્ટ, શ્રદ્ધાળુઓને સાવધાની રાખવા અપીલ

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ચોમાસું સક્રિય થતાં રુદ્રપ્રયાગ વહીવટીતંત્રે ભક્તોને યાત્રા દરમિયાન વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ કહ્યું કે, 22 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રા સરળતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે, વિસ્તારમાં વરસાદ સતત વધી રહ્યો હોવાથી તંત્ર હાઇ એલર્ટ પર છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ પરિસ્થિતિ વિશે શું કહ્યું ? 

Gujarati

ગુજરાતમાં સરકારી AC બસોનું ભાડું ઘટતાં મુસાફરો માટે પ્રવાસ સરળ બન્યો

ગુજરાતમાં સરકારી AC બસોનું ભાડું ઘટતાં મુસાફરો માટે પ્રવાસ હવે વધુ સસ્તો અને આરામદાયક બન્યો છે. GSRTC દ્વારા અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસોના ભાડામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 

પ્રીમિયમ એસી બસોનું ભાડું ઘટ્યું 

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર અમદાવાદથી ભાવનગર વચ્ચે રોજ 24 ફેરા ફરતી પ્રીમિયમ એસી બસોનું ભાડું ઘટાડીને રૂ.336 કરાયું છે. બીજી તરફ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે થઈને દોડતી અમદાવાદ-સુરત રૂટની નોન-સ્ટોપ વોલ્વો બસોમાં હવે રૂ.61ની સીધી બચત સાથે માત્ર રૂ.687માં જ મુસાફરી કરી શકાશે.

Gujarati

મનાવતા મહેકી: કલેક્ટર ગાર્ગી જૈનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ

છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈને સંવેદનશીલતા, માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય નાગરિકોની સુખાકારીને સર્વોપરી માનતા કલેક્ટર ગાર્ગી જૈને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સમયસર સારવાર મળી રહે તે માટે પ્રશંસનીય કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ, આજે સવારે કલેક્ટર ગાર્ગી જૈન જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પોતાની કચેરી તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં નીતાબેન રાઠવા, રહેવાસી પાદરવટ ગામ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક પોતાનું વાહન અટકાવ્યું હતું.

Gujarati

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 21 જૂને NEETની પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામ પર અસ્થાયી રુપે પ્રતિંબધ લગાવ્યો છે. NEET-UGની પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે. જેથી ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે. મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે. NTAએ કહ્યું કે, NEET-UG 2026 પુન પરીક્ષાને સુરક્ષિત અને નિષ્પક્ષ તરીકે કરાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ પર લગાવાઈ હંગામી રોક

Gujarati

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

ઇન્ડોનેશિયામાં આજે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 હતી. જિયોફિઝિક્સ એજન્સી અનુસાર, ભૂકંપ 45 કિલોમીટર ઊંડાઈ પર હતો. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ બહાર આવ્યા નથી...

ઇન્ડોનેશિયા 'રિંગ ઓફ ફાયર' માં સ્થિત છે

ઇન્ડોનેશિયા 'રિંગ ઓફ ફાયર' નામની જગ્યાએ આવેલું છે, જ્યાં પૃથ્વીની ઘણી ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ કારણોસર, આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે, જેના કારણે સ્થાનિક લોકોએ હંમેશા સતર્ક રહેવું પડે છે.

વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસતિ ધરાવતો દેશ

Gujarati

પોલીસનું ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરો મુક્ત થયા

ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” હાથ ધર્યુ... આ અભિયાનના પ્રથમ 14 દિવસમાં જ સમગ્ર રાજ્યમાંથી 84 બાળકમજૂરોને મુક્ત કરવામાં આવ્યાં છે તેમને મજૂરીએ રાખી ગુનો આચરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 26 આરોપીઓ સામે 16 કેસો કરવામાં આવ્યા છે. 

Gujarati

દાહોદ જિલ્લામાં સખી મંડળ હેઠળ શરુ કરાયેલ પ્રથમ આલ્કાલાઈન RO પ્લાન્ટ

સંઘર્ષથી સફળતાની ઉડાન ઉત્તર ઉદાહરણ દાહોદના ગરબાડા તાલુકામાં જોવા મળ્યું... સ્વ સહાય સખી મંડળમાંથી આવક મેળવી પોતાનો RO પ્લાન્ટ શરૂ કરનાર રમીલાબેનની 'મંગલમ સખી નીર'ની પ્રેરણાદાયક ગાથા છે... તેમણે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ. 3.79 લાખની સહાય મળી... આ જૂથ સહાય હેઠળ રમીલાબેનને રૂ. 1 લાખ તેમજ બેન્કિંગ સહાય રૂપે રૂ. 1 લાખની લોન મળી હતી... 

રમીલાબેનની પ્રેરણાદાયક ગાથા

Gujarati

અમેરિકાના કેલિફોર્નિયામાં US વાયુસેનાનું યુદ્ધ વિમાન વિમાન ક્રેશ, 8ના મોત

અમેરિકાના કેલિફોર્નિયામાં US વાયુસેનાનું યુદ્ધ વિમાન B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું હતું.  આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયાં છે.  યુએસ સેનાએ કહ્યું કે, રાત્રે દક્ષિણ કેલિફોર્નિયાના મોજાવેમાં US એરફોર્સ બેઝ પરથી ટેક ઓફ થયાના થોડા સમય પછી એક B-52 બોમ્બર ક્રેશ થયું હતું, વિમાન ક્રેશ થયાના અહેવાલ મળ્યા બાદ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું અને આવનારા વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

Gujarati

સ્લોવાકિયાએ PM મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત કર્યા

સ્લોવાકિયાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ' (ફર્સ્ટ ક્લાસ)થી સન્માનિત કર્યા છે. વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી શાખ અને મજબૂત વિદેશ નીતિની સાબિતી આપતું આ કોઈ પણ વિદેશી રાષ્ટ્ર દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું 33મું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદી-ફિત્સો વાતચીત ભારત-સ્લોવાકિયા સંબંધોને મજબૂત બનાવે છે, વ્યાપક ભાગીદારી પર આપે છે સંમતિ

પ્રધાનમંત્રી રોબર્ટ ફિટ્સોએ ઐતિહાસિક બ્રાતિસ્લાવા પેલેસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના આગમન પર એક ઔપચારિક સ્વાગત સમારોહ યોજાયો હતો. ત્યારબાદ, બંને નેતાઓએ એક-એક અને પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો કરી હતી.

વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહકાર પર ચર્ચા

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply