ભાવનગર ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગર શહેરના અટલ ઓડિટોરિયમ હોલ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.