મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'નૂતન સંકુલ'નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું 'સદધર્મ સમાજસેવા રત્ન:' થી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે, ત્યારે આ સંકુલ નવી પેઢીમાં સનાતન જ્ઞાનને ઉજાગર કરીને 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત