Skip to main content
Settings Settings for Dark

ગુજરાત

Live TV

X

જળ સંચય અભિયાનનાં કામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે પોતાના નિવાસ સ્થાનેથી રાજ્યના છ જિલ્લામાં ચાલી રહેલાં જળ અભિયાન કામોની સમીક્ષા કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખી રાજ્યનાં તમામ તળાવો ઊંડાં કરી આવનારી પેઢીને પચાસ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતાં ગ્રામજનો તથા ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગિતા અંગે પ્રતિસાદ આપવા પણ હાકલ કરી હતી. જળસંચય અભિયાન અંતર્ગત પ્રથમ વખત મુખ્યમંત્રીએ ટૅક્નૉલૉજી માધ્યમથી આગેવાનો સાથે સંવાદ યોજ્યો હતો.

Gujarati

સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે

ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા-જુદા લખાણવાળા એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાના ભાગરૂપે કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્ય “યુનિવર્સલ એફિડેવિટ”નું નવું ફોર્મેટ જાહેર કર્યું છે.

Gujarati

ગુજરાતના વાડીનાર ખાતે જહાજ સમારકામ સુવિધાને મળી મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાના વિકાસને મંજૂરી આપી છે. જે રાષ્ટ્રીય શિપ રિપેર ઇકોસિસ્ટમનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા ₹1,570 કરોડના સંયુક્ત રોકાણ સાથે સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ અને સંબંધિત મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બ્રાઉનફિલ્ડ ફેસિલીટી તરીકે આયોજિત છે.

Gujarati

ભારત-US ટ્રેડ ડીલથી ગુજરાતના વેપાર-ઉદ્યોગને થશે સીધો લાભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ભારત-અમેરિકા વેપાર કરાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની, આ ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે. સાથે જ વધુમાં તેઓએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.

Gujarati

21 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શરૂ થશે “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. 

Gujarati

નવસારીમાં લોકસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

લોકસભા ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. ત્યારે ભાજપા ધ્વારા લોકસભા ચુંટણીની તૈયારીઓ શરૂ થઇ છે. ગુજરાત ભાજપાએ ચુંટણીનું રણશિંગું ફૂંકી દીધુ છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર મધ્યસ્થ કાર્યાલય પર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન પ્રભારી જનક બગદાણા વાળાની આગેવાનીમાં નવસારી લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવા માટે કાર્યકરો શું શું કામગીરી કરશે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

Gujarati

ગૃહ મંત્રાલયે ચક્રવાત બિપરજોયથી અસરગ્રસ્ત ગુજરાત માટે રૂ.338.24 કરોડની નાણાંકીય સહાય મંજૂર કરી

ચક્રવાત બિપરજોયથી ખરાબ રીતે પ્રભાવિત ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ.338.24 કરોડની નાણાંકીય સહાય મંજૂર કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે આજે હિમાચલ પ્રદેશને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) માંથી રૂ.633.73 કરોડની વધારાની નાણાકીય સહાય બહાર પાડી છે, જે દક્ષિણમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત છે. પશ્ચિમ ચોમાસાને મંજૂરી આપવામાં આવી છે.

Gujarati

જાણો પ્રધાનમંત્રી મોદીએ વલસાડમાં કઈ કઈ યોજાનાઓનું કર્યું લોકાર્પણ એક જ ક્લિક પર 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સવારે વાયુસેનાના વિમાનમાં ગુજરાતની એક દિવસીય મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી ત્યારબાદ વલસાડ જિલ્લા ના જૂજવા ગામે પહોંચ્યા હતા. ત્યાં ગ્રામીણ વિકાસ વિષયે આયોજીત પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ જૂજવા ગામે આયોજીત રેલીમાં આગેવાનોએ પ્રધાનમંત્રીને પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.

Gujarati

વલસાડમાં અબ્રામા મુખ્ય શાળા ખાતે મુખ્યિમંત્રીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

વલસાડ નગરપાલિકા વિસ્તાારની અબ્રામા મુખ્યુ શાળા ખાતે મુખ્યરમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિનતિમાં બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ શાળામાં સાર્વજનિક સ્કૂપલ અબ્રામા અને નવીનગરી પ્રા.શાળાના બાળકોનો પણ સમાવેશ કરાયો હતો..વલસાડ જિલ્લામાં બે દિવસ માટે યોજાનાર કાર્યક્રમોમાં 9 હજાર 600 કુમાર અને 9 હજાર 543 કન્યાે મળી કુલ 19 હજાર 143 બાળકોનું નામાંકન કરાશે.

Gujarati

દિલ્હી સહિતના અનેક વિસ્તારો આંધી તોફાન જ્યારે ગુજરાત સૂરજના આકરા તાપમાં અટવાયું

ગ્લોબલ વોર્મિંગની અસર તથા પ્રદૂષણના કારણે કુદરત પોતાના મિજાજ બદલે છે. દિલ્હી સહિતના અનેક વિસ્તારો આંધી તોફાનમાં લપેટાયા છે ત્યારે આખું ગુજરાત સૂરજના આકરા તાપમાં અટવાયું છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે અને તાપમાન ડિગ્રીના આંકડાઓમાં વધતું ચાલ્યું છે. હજુ થોડા દિવસો સુધી ગરમીનો પારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. સાથે જ ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ, તથા વૃદ્ધોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. માત્ર અમદાવાદમાં જ રોજના સંખ્યાબંધ લોકો ડિહાઇડ્રેશનના કારણે મૂર્છિત થાય છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply