Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારતના રાષ્ટ્રપતિ સાથે ભારતીય દૃષ્ટિહીન ક્રિકેટ સંઘના પ્રમુખની મુલાકાત

CABiના પ્રમુખ સાથે પૂર્વ વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી તેમજ ટુર્નામેન્ટની આયોજન સમિતિના અધ્યક્ષ મીનાક્ષી લેખી પણ હાજર હતાં.રાષ્ટ્રપતિ સાથેની તેમની વાતચીત વિશે વાત કરતા મહેંતેશ જી. કિવાદાસન્નાવરે કહ્યું કે, “માનનીય રાષ્ટ્રપતિને મળવું અને દુનિયાભરની દૃષ્ટિહીન મહિલા ક્રિકેટરોની સમાવેશીતા, સાહસ અને ખેલદિલીની ઉજવણી કરતા આ ઐતિહાસિક કાર્યક્રમની વિગતો રજૂ કરવી મારા માટે સૌભાગ્યની વાત હતી.”

Gujarati

વિદેશી નિર્ભરતા આપણી સૌથી મોટી દુશ્મન, ભારતે આ દુશ્મનને હરાવવો જ પડશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી  મોદી શનિવારે ભાવનગરમાં આયોજિત 'સમુદ્રથી સમૃદ્ધિ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભલે ભાવનગરમાં થઈ રહ્યો હોય, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર હિન્દુસ્તાનનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, પીએમ મોદીએ ગુજરાત અને ભાવનગરના લોકોને અભિનંદન પાઠવ્યા.

તેમણે કહ્યું કે 21મી સદીનું ભારત સમુદ્રને એક બહુ મોટી તક તરીકે જોઈ રહ્યું છે. અહીં પોર્ટ લેડ ડેવલપમેન્ટને ગતિ આપવા માટે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે.

Gujarati

રક્ષા મંત્રી રાજનાથ સિંહ તા.22 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી મોરક્કોની બે દિવસીય લેશે સત્તાવાર મુલાકાત

આ મુલાકાત મોરક્કોના રક્ષા મંત્રી અબ્દેલતીફ લોદીના આમંત્રણ પર થઈ રહી છે. ભારતીય રક્ષા મંત્રીની આ મોરક્કોની પ્રથમ મુલાકાત છે, જે ભારત અને મોરક્કો વચ્ચેના વધતા વ્યૂહાત્મક સહયોગને દર્શાવે છે.રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજનાથ સિંહની આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન હશે. આ યુનિટ બેરેચિડમાં વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ 8×8 નું નિર્માણ કરશે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે કર્યો સંવાદ

આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ માત્ર એક વ્યવસાય નહીં, પણ સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે. વર્ષો સુધી આપણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અપનાવી છે, જે કોઈ પણ પ્રકારના રાસાયણીક ખાતર કે દવા વગર કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના વધતા ઉપયોગના પરિણામે જમીનની ઉપજશક્તિ ઘટી છે, પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થયા છે અને માનવીના આરોગ્ય પર પણ ભયાનક અસર પડી છે. આવા સમયમાં “પ્રાકૃતિક ખેતી” એ માત્ર જ વિકલ્પ નહીં, પરંતુ આવશ્યકતા બની ગઈ છે.

Gujarati

કોસ્ટલ ક્લીન-અપ ડ્રાઇવ : ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા બીચ પર સફાઈ અભિયાન

આ કાર્યક્રમનો હેતુ સામુદાયિક ભાગીદારી દ્વારા આપણા દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી કરવાનો હતો.આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, ઓખા, દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ટાટા કેમિકલ્સ લિ.ના વાઇસ પ્રેસિડેન્ટ અને સાઇટ હેડ રિનો રાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમના નેતૃત્વ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ સૌને સ્વચ્છ કિનારા અને સુરક્ષિત સમુદ્રની જાળવણી માટે સામૂહિક જવાબદારી લેવા પ્રેરિત કર્યા હતા.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે પ્રાથમિક શાળામાં કર્યું રાત્રિ રોકાણ

આજે સવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી રાજ્યપાલએ બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરીને જશપુરીયા ગામનું અને દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.  આ તકે શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરી રાજ્યપાલને હળની ભેટ આપી હતી.આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
 

Gujarati

સિદ્ધપુર નગરપાલિકાનું “બ”-વર્ગમાંથી “અ”-વર્ગમાં વર્ગીકરણ : વિકાસની નવી ઊંચાઈઓ તરફ એક ઐતિહાસિક પગલુ

માનનીય કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના આગ્રહસભર પ્રયત્નો અને ભલામણને અનુસરીને, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણયને મંજુરી આપતા સિદ્ધપુરના સર્વાંગી વિકાસ માટે નવા માર્ગ ખુલ્યા છે.

ગ્રાન્ટમાં વધારો

સિદ્ધપુર નગરપાલિકાને “અ”-વર્ગમાં વર્ગીકૃત કરાતા દર વર્ષે વિવિધ યોજનાઓ અંતર્ગત મળનારી ગ્રાન્ટમાં નોંધપાત્ર વધારો થશે:

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના : ₹9 કરોડની જગ્યાએ ₹12 કરોડ

આગવી ઓળખના ઘટકના કામ : ₹8 કરોડની જગ્યાએ ₹10કરોડ

નવિન નગર સેવા સદન : ₹5 કરોડની જગ્યાએ ₹6 કરોડ

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રેરક સંબોધન સાથે 9મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ

આ પ્રતિષ્ઠિત પરિષદનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી, આંતરરાષ્ટરીય મહેમાનો અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદની મુખ્ય થીમ ‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ પરિષદમાં ઉપસ્થિત જ્ઞાનપિપાસુ શ્રોતાઓને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન છે. 

Gujarati

NFSU ખાતે "વીરાંજલી પટલ"નું લોકાર્પણ

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરમ વીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે NSS-ગુજરાતના પ્રાદેશિક નિયામક ડૉ. કમલ કુમાર કર; NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસ; NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. એસ.ઓ. જુનારે અને NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી. જાડેજા મંચ ઉપર બિરાજમાન હતા. આ અવસરે "વીરાંજલી પટલ"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સૈનિકોને સંબોધીને લખાયેલા પસંદગીના 75 પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarati

ગુજરાત ગુડવિલ ડેલિગેશનનું ભારત- હામામાત્સુ ફેસ્ટિવલમાં અને શિઝુઓકાના ગવર્નર અને હામામાત્સુ મેયર દ્રારા ઉષ્માભર્યું સ્વાગત

ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (આઈજેએફએ) ગુજરાત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના નેતૃત્વમાં ગુડવિલ ડેલિગેશને સુઝુકી મોટર કોર્પોરેશન દ્રારા  આયોજિત ભારત-હામામાત્સુ ફેસ્ટિવલમાં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. શિઝુઓકાના ગવર્નર યાસુતોમો સુઝુકી અને હમામાત્સુના મેયર  યુસુકે નાકાનોએ લંચ અને ડિનર રિસેપ્શનનું આયોજન કરીને પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં વ્યવસાય, ઉદ્યોગ અને વ્યવસાયના નેતાઓ અને કલા, સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણી અને સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓએ જોડાયા હતા.

 ગુજરાતી ગરબા અને રાસે જાપાનીઓના દિલ જીત્યા 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply