Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર નાણાકીય વર્ષ 2026માં 7-9% ની આવક વૃદ્ધિનો અંદાજ ધરાવે છે : અહેવાલ

રેટિંગ એજન્સી ICRA એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અવરોધો અને નિયમનકારી અનિશ્ચિતતાઓ ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના સૌથી મોટા નિકાસ બજાર, યુએસ પર નકારાત્મક અસર કરી રહી છે, પરંતુ સ્થાનિક બજારમાં વૃદ્ધિ 8-10 ટકા અને યુરોપમાં 10-12 ટકા રહેવાની ધારણા છે.

કંપનીઓના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન નાણાકીય વર્ષ 2026 માં 24-25  ટકા પર સ્થિર રહેવાની ધારણા છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ વિઝન પર આગળ વધતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે આજે રાજ્યના પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજને પ્રેરણા આપી રહી છે. આવી જ એક સાફલ્યગાથા બનાસકાંઠાના માનીબેનની છે જેમણે વર્ષ 2024-25માં ₹1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.  આ વર્ષે તેઓ ₹3 કરોડનું દૂધ વેચવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. 

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે કર્યું વૃક્ષારોપણ

તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'એક પેડ માં કે નામ' અને 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો, સાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત  મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ કરશે સાકાર

પ્રધાનમંત્રી સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે.ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે.

Gujarati

રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ યોગ કેમ્પનો પાંચ લાખથી વધુ યોગ પ્રેમી નાગરિકોએ લીધો લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતના નેતૃત્વમાં રાજ્યભરમાંથી પ્રતિ વર્ષ પાંચ લાખથી વધુ નાગરિકો યોગ કેમ્પમાં સહભાગી  થઈને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાઈને પોતાના સ્વાસ્થની કાળજી લઇ રહ્યા છે.       

Gujarati

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદે વિનાશ સર્જ્યો,અનેક વાહનો પાણીમાં તણાયા

ધરમપુર બજારમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું હતું. આ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ચારેબાજુ પાણી છે.

જિલ્લામાં ભારે વરસાદને કારણે સોન ખાડમાં પાર્ક કરાયેલા HRTC અને અન્ય વાહનોને નુકસાન થયું છે. આ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી કોર્પોરેશનની બસો પાણીમાં ડૂબી ગઈ હતી અને કેટલીક બસો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

Gujarati

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર જુના સચિવાલયથી “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ

 આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.રાજ્યમાં 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.

Gujarati

ઓગસ્ટમાં ફુગાવો 2 ટકાથી ઉપર રહ્યો હોવાથી આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો મુશ્કેલ : રિપોર્ટ

આ ઉપરાંત, જો પ્રથમ ક્વાર્ટરના વિકાસ દર અને બીજા ક્વાર્ટરના અંદાજિત આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે તો, ડિસેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો પણ થોડો મુશ્કેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 295 આવશ્યક ચીજવસ્તુઓ પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા અથવા શૂન્ય કરવામાં આવ્યો છે, તેથી ખાદ્ય ચીજવસ્તુઓ પર 60 ટકા પાસ-થ્રુ અસરને ધ્યાનમાં રાખીને, આ શ્રેણીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ફુગાવો નાણાકીય વર્ષ 2026 માં 25-30 બેસિસ પોઇન્ટ ઘટી શકે છે.

Gujarati

કેન્‍દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ જમ્મુની નઈ બસ્તી વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

તાજેતરના ભારે વરસાદ દરમિયાન રહેણાંક મકાનો અને કૃષિ જમીનને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કર્યું. પ્રવાસ દરમિયાન તેમણે ક્ષતિગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ કર્યું અને મહિલાઓ સહિતના પીડિત પરિવારોને મળ્યાં. મંત્રીએ અખનૂરના પર્ગવાલ સરહદી વિસ્તારોની પણ મુલાકાત લીધી અને વરસાદથી સર્જાયેલી અચાનક આવેલા પૂરને કારણે જાહેર મિલ્કત, વેપારી સંસ્થાઓ અને અન્ય માળખાને થયેલ નુકસાનનું નિરીક્ષણ કર્યું.

Gujarati

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પીડિત પરિવારને સહાયનુ કરાયું વિતરણ

આ વિસ્તારમાં ફરીથી જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે. ગુજરાતના પાડોશી રાજ્ય તેમજ ગુજરાતમાં થયેલા સાર્વત્રિક વરસાદના લીધે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા રાજ્યમાં આકસ્મિક બનાવ બનતા રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે નાગરિકોની વહારે આવી છે.

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહમાં બે યુવતીઓ ભેંસ ચરાવતી વખતે આવેલા પાણીના પ્રવાહમાં તણાતા અવસાન પામી હતી.આ દુખદ ઘટનાના પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિવારને મળીને સાંત્વના આપીને પીડિત પરિવારને ચેક અર્પણ કર્યો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply