મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં શહેરી વિકાસને વેગ
સુરત શહેરમાં 'ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 61'ને માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે.