વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે
આ કોન્ફરન્સીસ રાજ્યની ગ્રીન એનર્જી પહેલો જેવી કે, મોટા પાયાના રિન્યુએબલ એનર્જી પાર્ક્સ, ઓફશોર વિંડ પ્રોજેક્ટ્સ, વિતરિત સૌર ઊર્જાની પહેલો, તેમજ ઊર્જા જરૂરિયાતો અને ક્લાઇમેટ સંબંધિત પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે વિકસિત કરવામાં આવી રહેલા આધુનિક ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉજાગર કરશે.