રાજ્યમાં ભારે વરસાદને કારણે જળાશયો છલકાયા, ડેમો ઓવરફ્લો અને નદીઓ બે કાંઠે
રાજ્યમાં ભારે વરસાદના કારણે જળાશયો છલકાયા છે. વિવિધ જિલ્લામાં ડેમો ઓવરફ્લો થયા છે અને નદીઓ બે કાંઠે થઇ છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. વડાલી, સતલાસણા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ તંત્ર દ્વારા નીચણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધારીનો ખોડિયાર ડેમ 70 ટકા ભરાતાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા ગમે તે સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે..