Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારત ઊર્જા બાબતો પર સ્વતંત્ર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે: વિદેશ મંત્રી જયશંકર

રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમને સંબોધતા, વિદેશ મંત્રીએ ભાર મૂક્યો કે ભારત ઊર્જા બાબતો પર સ્વતંત્ર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે.

"એ છે કે જે લોકો વેપાર-પ્રોત્સાહક યુએસ વહીવટ માટે કામ કરે છે તેઓ અન્ય લોકો પર વેપાર-પ્રોત્સાહક હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જો તમને ભારતમાંથી તેલ અથવા રિફાઇન્ડ ઉત્પાદનો ખરીદવામાં સમસ્યા હોય, તો તે ખરીદશો નહીં," વિદેશ મંત્રી જયશંકરે ઉપસ્થિતોને કહ્યું.

"કોઈ તમને તે ખરીદવા માટે દબાણ કરતું નથી. યુરોપ અને અમેરિકા તે ખરીદે છે, તેથી જો તમને તે પસંદ ન હોય, તો તે ખરીદશો નહીં," વિદેશ મંત્રીએ કહ્યું.

Gujarati

છેલ્લા 10 વર્ષમાં અવકાશ ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અભૂતપૂર્વ : જીતેન્દ્ર સિંહ

આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન પણ હાજર હતા.

ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું

Gujarati

સિવિલ હોસ્પિટલને મળ્યું 23મું સ્કિન ડોનેશન

સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ વિગતો આપતા જણાવેલ કે તારીખ 23/08/2025ના રોજ સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર અમદાવાદના ઘોડાસર વિસ્તાર શ્રધ્ધા બાળકોની હોસ્પિટલના ડો. કિરણ દ્વારા શહેરના ઘોડાસરમાં રસીકપાર્ક સોસાયટીમાં રહેતા 73 વર્ષના પટેલ કીર્તીકુમાર અવસાન પામતા તેમની દીકરી સીમાબેનની સંમતિ થી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી. 

Gujarati

અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર – શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

જિલ્લા કલેક્ટર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. 

Gujarati

કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ

ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા.ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી.

Gujarati

GCERT દ્વારા રાજ્યના ધોરણ 3 થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’અંગે આગામી 29 સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ

આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઇઆરટી દ્વારા ધોરણ 3 થી 8ની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના ધોરણ 3 થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે GCERT દ્વારા તાલીમ અપાઈ  રહી છે. શિક્ષક આવૃત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું તા. 18 ઓગષ્ટથી 29 સપ્ટેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે.  

Gujarati

79મા સ્વતંત્રતા દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં 'બાપુના પગલે તિરંગા ભારત' થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરી રહી છે. 

Gujarati

79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન પરિસરમાં કર્યું ધ્વજારોહણ

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

આ સમારોહમાં રાજ્યપાલના પરિસહાયક બલરામ મીણા (આઈ.પી.એસ.) તથા લેફ્ટનન્ટ કમાન્ડર  શુભમ કુમાર, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા કર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Gujarati

લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીએ ચેતવણી આપી,જો દુશ્મન પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ મળશે

સેનાએ સેંકડો કિલોમીટર દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ઇમારતોને ખંડેરમાં ફેરવી દીધી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી. લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા, પતિને પત્નીની સામે ગોળી મારી દેવામાં આવી અને પિતાને બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી. આ ઘટનાથી આખો દેશ ગુસ્સે ભરાયો હતો અને દુનિયા પણ આક્રોશમાં હતી. 'ઓપરેશન સિંદૂર' આ આક્રોશનું પરિણામ હતું.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો,"નયા ભારત "ની થીમ પર દેશવાસીઓ ઉજવી રહ્યા છે 79મો સ્વતંત્રતા દિવસ

ફ્લાઈંગ ઓફિસર રસિકા શર્માએ ધ્વજ ફરકાવવામાં તેમની મદદ કરી હતી. ધ્વજ ફરકાવ્યા પછી, ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટરમાંથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો . એક હેલિકોપ્ટરે રાષ્ટ્રધ્વજ અને બીજાએ 'ઓપરેશન સિંદૂર'નો ધ્વજ ફરકાવ્યો. આ હેલિકોપ્ટરોને વિંગ કમાન્ડર વિનય પુનિયા અને વિંગ કમાન્ડર આદિત્ય જયસ્વાલ દ્વારા ઉડાડવામાં આવ્યા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply