ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી તા. 22 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે નોંધણીની સમયમર્યાદા તા. 15 સપ્ટેમ્બરથી આગામી એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે. એટલે કે, રાજ્યના ખેડૂતો હવે આગામી તા. 22 સપ્ટેમબર સુધી ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે.