Skip to main content
Settings Settings for Dark

Live TV

X

શું IPL ફરી શરૂ થવામાં લાગશે સમય ? જાણો BCCI ઊપપ્રમુખે શું કહ્યું

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર IPL 2025 સીઝન ફરી ક્યારે શરૂ થશે તેના પર રહેલી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય 11 મેના રોજ રવિવારે યોજાનારી બેઠકમાં લેવાનો હતો, પરંતુ હાલમાં બોર્ડે હજુ સુધી નવું સમયપત્રક જાહેર કર્યું નથી. ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, હાલમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને બોર્ડ બધાના સંપર્કમાં છે.

Gujarati

અફઘાનિસ્તાનમાં ચેસ પર પ્રતિબંધ ! તાલિબાને કહ્યો જુગારનો એક પ્રકાર

તાલિબાન સત્તાવાળાઓએ અફઘાનિસ્તાનમાં ચેસ જુગારનો સ્ત્રોત હોવાની ચિંતાને કારણે આગામી સૂચના સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રમતગમત અધિકારીએ રવિવારે કહ્યું હતું કે, આ સરકારના નૈતિકતા કાયદા હેઠળ ગેરકાયદે છે. 

2021માં સત્તા કબજે કર્યા પછી તાલિબાન સરકારે સતત એવા કાયદા અને નિયમો લાદ્યા છે જે ઇસ્લામિક કાયદાના તેના કઠોર દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

રમતગમત નિર્દેશાલયના પ્રવક્તાએ આ વિશે શું કહ્યું ?

Gujarati

છત્તીસગઢના રાયપુરમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 13ના મૃત્યુ-ઘણા ઘાયલ

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, અહીં રાયપુર-બાલોદ બજાર રોડ પર સારાગાંવ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં 13 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં નવ મહિલાઓ અને ચાર બાળકોઓએ જીવ ગુમાવ્યા છે. 

રાયપુરના SPએ દુર્ઘટના વિશે શું કહ્યું ?

Gujarati

તિબેટમાં ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા

તિબેટમાં મધ્યરાત્રિના સમય પછી ભારતીય સમય અનુસાર 2:41 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટ ક્ષેત્રમાં નોંધાયું હતું. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી આપતાં, NCSએ કહ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં થતી ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે. આ દરમિયાન, વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

ભૂકંપ શા માટે આવે છે ?

Gujarati

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં વાતાવરણમાં પલટોજોવા મળ્યો છે.જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.ચેલા, ચંગા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો.. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો .. વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે.

Gujarati

પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ૯૪ વર્ષની જૈફ વયે નિધન

આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ૯૪ વર્ષની  વયે નિધન થયું છે.થોડા દિવસથી હેમાબેન આચાર્યનું નાદુરસ્ત તબિયતને લઈને સારવાર હેઠળ હતા.સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે.

Gujarati

દેશમાં માતૃ મૃત્યુ દર પ્રતિ લાખ જન્મમાં ૧૩૦ થી ઘટીને ૯૩ થયો છે: કેન્દ્ર સરકાર

ભારતમાં, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 2030 પ્રાપ્ત કરવા તરફ માતૃત્વ અને શિશુ મૃત્યુ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માતૃત્વ મૃત્યુ દર (MMR) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૪-૧૬માં પ્રતિ લાખ જન્મ દીઠ ૧૩૦ થી ૩૭ પોઈન્ટ ઘટીને ૨૦૧૯-૨૧માં ૯૩ થઈ ગયું છે. તે જ સમયે, શિશુ મૃત્યુ દર 2014 માં પ્રતિ 1000 જન્મ દીઠ 39 થી ઘટીને 2021 માં પ્રતિ 1000 જન્મ દીઠ 27 થયો છે. નવજાત મૃત્યુ દર 2014 માં પ્રતિ 1,000 જન્મ દીઠ 26 થી ઘટીને 2021 માં પ્રતિ 1,000 જન્મ દીઠ 19 થયો છે.

Gujarati

સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનના ખોટા દાવાઓને સખત રીતે નકાર્યા

ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદમાં ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ દેશને પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા ખોટા દાવાઓને સખત રીતે નકાર્યા હતા. આ પરિષદનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે નૌકાદળના કોમોડોર રઘુ આર. પણ હતા. નાયરની સાથે આર્મી તરફથી કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ તરફથી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ હતા. તમામ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બદલાની કાર્યવાહી અને પાકિસ્તાનના ખોટા પ્રચારનું તથ્યપૂર્ણ ખંડન રજૂ કર્યું.

Gujarati

ભારત-પાકિસ્તાન 'સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ' માટે સંમત થયા

ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાત કરીઃ વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થઈ ગયો છે. બંને દેશો વચ્ચે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો. પાકિસ્તાનના DGMOએ આજે બપોરે ફોન પર વાત કરી હતી. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામનું પાલન કર્યું છે અને બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાત કરશેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરી

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply