ઓપરેશન સિંદૂર પર આજે લોકસભામાં 16 કલાકની ચર્ચા, રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે શરૂઆત
સંસદ સત્ર દરમિયાન લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર અંગે 16 કલાકની ચર્ચાની શરૂઆત થશે તો મંગળવારે રાજયસભામાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. લોકસભામાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ મુદ્દે ચર્ચાની શરૂઆત કરશે. તો વિપક્ષ તરફથી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પણ ચર્ચામાં ભાગ લેશે. સમાજવાદી પાર્ટીને ચર્ચા માટે 65 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે , લોકસભા સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં યોજાયેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજયસભામાં આજે નવા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે તેમજ સમુદ્ર દ્વારા માલ પરિવહન અંગેના વિધેયકની ચર્ચાને આગળ ધપાવવામાં આવશે.