Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિવિધ વિકાસકાર્યોની સૂચિમાં'જળસંચય'નો‌ સમાવેશ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ એ જ જીવનના સૂત્રના મહત્વને સમજીને “જળસંચય”ને પ્રાઘાન્ય આપ્યું છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં જિલ્લામાં જળસંચયને લગતા વિકાસ કાર્યો વધુ સારી રીતે થઈ શકે તેવા હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Gujarati

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા માટે ડ્રો પ્રક્રિયા પૂર્ણ

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પસંદ કરાયેલા મુસાફરોને SMS અને ઈ-મેલ દ્વારા તેમની પસંદગી વિશે જાણ કરવામાં આવી છે. મુસાફરો યાત્રા વેબસાઇટ (https://kmy.gov.in) ની મુલાકાત લઈને તેમની પસંદગીની સ્થિતિ ચકાસી શકે છે. આ ઉપરાંત, હેલ્પલાઇન નંબર 011-23088133 પર પણ માહિતી મેળવી શકાય છે.આ વર્ષે ૫૫૬૧ અરજદારોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. તેમાંથી 4024 પુરુષો અને 1537 સ્ત્રીઓ હતી. કુલ 750 મુસાફરોની પસંદગી કરવામાં આવી છે. દરેક બેચમાં 2 સ્થાનિક અધિકારીઓ પણ હશે. યાત્રામાં, 50 યાત્રાળુઓ સાથે 5 બેચ લિપુલેખ રૂટથી મુસાફરી કરશે અને 50 યાત્રાળુઓ સાથે 10 બેચ નાથુ લા રૂટથી મુસાફરી કરશે.

Gujarati

પ્રધાનમંત્રી મોદી ગુરુવારે કર્ણાટકમાં 5 સ્ટેશન સહિત 103 અમૃત સ્ટેશનોનું કરશે ઉદ્ઘાટન

દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૬ જિલ્લાઓમાં સ્થિત આ ૧૦૩ અમૃત સ્ટેશનો ૧,૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યા છે. અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ 1,300 થી વધુ સ્ટેશનોનો આધુનિક સુવિધાઓ સાથે પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ બધા સ્ટેશનો આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્ટેશનો ભારતીય સંસ્કૃતિ, વારસો અને મુસાફરોની સુવિધાઓનો સમાવેશ કરે છે.

ગડગ રેલ્વે સ્ટેશન હવે એક આધુનિક ઇમારત છે

Gujarati

અમદાવાદના ચંડોળા તળાવ ફેઝ 2માં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ હટાવાયું

ચંડોળા તળાવ ફેઝ-2 ડિમોલિશન આગામી થોડા દિવસો સુધી ચાલશે. AMC અને પોલીસની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે.ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની લગભગ 99.99 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.હવે કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવશે. જે આગામી 15-20 દિવસ સુધી ચાલશે.ફેઝ 1માં 1.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું.  જ્યારે ફેઝ 2માં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરાયું છે. કૂલ 15 હજાર જેટલા ગેરકાયદે કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત

દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે. દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે.

Gujarati

ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ની ઉજવણી

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જૈવવિવિધતા સંરક્ષણ તેમજ પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ સ્થાપિત કરવાનો છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા જૈવવિવિધતા સંરક્ષણ અંગે વિશિષ્ટ વ્યાખ્યાન તેમજ વૃક્ષારોપણ તથા પ્રદર્શન યોજાનાર છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.મુખ્યમંત્રીએ આ અવસરે પોતાના સંબોધનમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવામાં આવેલ પ્રયાસોની રૂપરેખા આપી ‘પ્રોજેક્ટ લાયન @ 2047’ને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.

Gujarati

પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વચ્ચે વાતચીત, બંને નેતાઓએ તમામ પ્રકારના આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતાનો કર્યો પુનરોચ્ચાર

બંને દેશોએ આતંકવાદ સામે લડવામાં એકતા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ સંદર્ભમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે ટેલિફોન વાતચીતમાં, બંને નેતાઓએ તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવાનો સંકલ્પ કર્યો.આ અંગે પ્રધાનમંત્રી  મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે ફ્રેડરિક મેર્ઝને જર્મનીના ચાન્સેલર બનવા બદલ અભિનંદન આપ્યા અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

Gujarati

ગોવા: ભારે વરસાદ વચ્ચે, ઇન્ડિગોએ તેના મુસાફરો માટે જારી કરી ટ્રાવેલ એડવાઇઝરી

ગોવામાં ભારે વરસાદ ચાલુ છે. આને ધ્યાનમાં રાખીને, ઘણી ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે, જ્યારે કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. એરલાઈને તેની સલાહકારમાં કહ્યું છે કે અમારી ટીમ મુસાફરોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. અમે ખાતરી કરી રહ્યા છીએ કે કોઈ પણ મુસાફરને કોઈ સમસ્યા ન થાય.+અમારી ટીમ મુસાફરો સાથે સતત સંપર્કમાં છે અને તેમને દરેક ક્ષણે માહિતી આપી રહી છે.

બધા મુસાફરોએ સમયાંતરે તેમની ફ્લાઇટ્સ વિશે માહિતી મેળવતા રહેવું જોઈએ.

Gujarati

રાજકોટ ડિવિઝનના નવા બનેલા 6 રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી કરશે ઈ-લોકાર્પણ, જાણો ક્યારે

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ ડિવિઝનના 6 સ્ટેશનોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ 17 સ્ટેશનોનું પુનર્વિકાસ થઈ રહ્યું છે. જેમાં કુલ 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથળી, હાપા અને મોરબીનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.

6 સ્ટેશનોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઈ-લોકાર્પણ 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply