Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજકોટમાં પોલીસનું મેગા ડિમોલિશન, 38 આરોપીના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર

અમદાવાદ બાદ હવે રાજકોટ પોલીસે મેગા ડીમોલેશન શરુ કર્યું છે. જેમાં 38 આરોપીઓના ગેરકાયદે બાંધકામના ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે... જેમાં મર્ડર, ચોરી, લૂંટ, ચિલ ઝડપ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની અને કુલ 2 હજાર 610 ક્ષેત્રફળ ચોરસમીટર જગ્યાનું ડીમોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, કામગીરી હેઠળ 6 કરોડ 52 લાખ 50 હજારની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવશે. તો આ મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

મેગા ડીમોલેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ?

Gujarati

CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગરને 495 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણાના વિસનગર APMC ખાતે રૂપિયા 495 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 30 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડીંગ, રૂપિયા 670 કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડીંગ તેમજ રૂપિયા 4.47 કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિસનગર નગરપાલિકા દ્વારા રૂપિયા 18.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 10.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Gujarati

જમ્મુ-કાશ્મીરના શોપિયાના ડીકે પોરામાંથી આતંકીઓના બે સાથીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ડીકે પોરા વિસ્તારમાંથી બે આતંકવાદી સાથીઓની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. 

શોપિયા પોલીસ અને CRPFની 178મી બટાલિયને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું 

અધિકારીઓએ આજે ​​સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સેનાની 34RR, શોપિયા પોલીસ અને CRPFની 178 બટાલિયને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બંનેને ઇમામ સાહિબ પોલીસ સ્ટેશન હેઠળના ડીકે પોરા વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર પકડવામાં આવ્યા હતા.

હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો

Gujarati

વડાપ્રધાન મોદીએ સોલાપુરમાં આગની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાપુર આગની ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યુ થયા હતા. વડાપ્રધાન મોદીએ દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

PMO તરફથી X પર પોસ્ટ કરવામાં આવી

Gujarati

ઓપરેશન સિંદૂર અંગે સંસદીય સમિતિને માહિતી આપશે વિદેશ સચિવ

ભારતની પાકિસ્તાન સાથેની હાલની સ્થિતિ કેવી છે, તે મુદ્દે વિદેશ સચિવ વિક્રમ મીસરી આજે સોમવારે સંસદીય સમિતિને જાણકારી આપશે. વર્તમાન વિદેશ નીતિ વિકાસ પર પણ બ્રીફિંગ આપવામાં આવશે. જેમાં 22 એપ્રિલના રોજ થયેલ પહલગામ આતંકી હુમલા બાદ 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અને POKમાં રહેલા આતંકીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા ઓપરેશન સિંદુરની પણ જાણકારી આપવામાં આવશે. આ સાથે જ 10 મેના રોજ થયેલ બંને પક્ષો વચ્ચેની સીઝ ફાયર સહમતી વિશે પણ સમિતિને જાણકારી આપવામાં આવશે.

Gujarati

IPLમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 61મી મેચ આજે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદનો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મુકાબલો છે.  પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે LSGને કોઈપણ કિંમતે આ મેચમાં મોટી જીતની જરૂર પડશે. LSG હાલમાં 11 મેચોમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેની નેટ રન રેટ -0.469 છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે, લખનઉએ ફક્ત બાકીની ત્રણેય મેચ જીતવી જ નહીં, પરંતુ પોતાની નેટ રન રેટ સુધારવા માટે મોટા માર્જિનથી જીત પણ મેળવવી પડશે. લખનઉ માટે સૌથી નબળી કડી ટીમના કેપ્ટન ઋષભ પંત છે. આ સિઝનમાં ઓછામાં ઓછા 100 બોલ રમનારા કોઈપણ ખેલાડીમાં ઋષભ પંતનો સ્ટ્રાઈક-રેટ સૌથી ઓછો (99.22) છે.

Gujarati

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડનને પ્રોસ્ટેટ કેન્સર, ગંભીર રોગ હાડકાં સુધી ફેલાયો

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડન ગંભીર પ્રકારના પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે, જે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે. રવિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. 82 વર્ષીય બાઈડને શુક્રવારે જ્યારે યુરીન સંબંધિત ફરિયાદ કરી ત્યારે સમસ્યાની જાણ થઈ. તેમનો પરિવાર અને ડોકટરો હાલમાં શક્ય તેટલી સારવારના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

Gujarati

શું ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચેનું સંઘર્ષ રોકશે ? બંને દેશોના પ્રમુખ સાથે કરશે વાતચીત

યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, યુક્રેનિયન પ્રમુખ વ્લાદીમર ઝેલેન્સકી અને વિવિધ NATO દેશોના નેતાઓ સાથે અલગ-અલગ વાતચીત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પે લખ્યું કે, ચર્ચાનો વિષય યુદ્ધ અટકાવવાનો રહેશે. આ યુદ્ધમાં દર અઠવાડિયે રશિયા અને યુક્રેનના પાંચ હજાર સૈનિકો જીવ ગુમાવી રહ્યા છે. રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ કરી હતી કે, પ્રમુખ પુતિન અને અમેરિકન પ્રમુખ વચ્ચે ટેલિફોનિક વાતચીતની તૈયારીઓ ચાલી રહી છે.

Gujarati

સુદર્શન-ગિલની દિલ્હી સામે તોફાની પાર્ટનરશિપ, જીત સાથે ગુજરાત પ્લેઓફમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગની 60મી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે 10 વિકેટથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ગુજરાતના 12 મેચમાં 18 પોઈન્ટ થયા છે અને હવે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. ગુજરાતે પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સાથે, RCB અને પંજાબની ટીમોની પ્લેઓફ ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ કે.એલ.રાહુલની સદીના આધારે ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં, ગુજરાતે સાઈ સુદર્શનની સદીની મદદથી 19 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો.

Gujarati

ઓપરેશન સિંદુર”ની સફળતા પર અમદાવાદ પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રિરંગા રેલીનું આયોજન

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદમાં ત્રિરંગા રેલી મંડળ રેલ પ્રબંધક કાર્યાલયથી શરૂ થઈ નિર્માણ ભવન થઈને સમાપ્ત થઈ. વટવા માં આ રેલી ઇલેક્ટ્રિક લોકો શેડ થી શરૂ થઈને વટવા રેલ્વે સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી. આ જ પ્રકારે સાબરમતીમાં ડીઝલ શેડ થી શરૂ થઈને ન્યુ કોલોની, રેલ્વે કોલોની, મુખ્ય માર્ગ, અને રેલ્વે હોસ્પિટલ થઈને વિજય ધ્વજ રેલી આયોજિત કરવામાં આવી હતી . સ્કાઉટ ગાઈડના બેન્ડ, મહિલા પ્રતિભાગીઓ અને બાળકો એ પણ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply