ગીરના સિંહોના જીવ બચાવવા કવાયત: પશુપાલન વિભાગ દ્વારા 13,000થી વધુ પશુઓ પર દવાનો છંટકાવ
જંગલના નેસડાઓમાં રહેતા પશુઓમાં જોવા મળતી ઈતરડીના કારણે આ રોગ સિંહોમાં ફેલાઈ રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.સિંહોમાં સંક્રમણ અટકાવવા માટે વનવિસ્તારની આસપાસના નેસડાઓમાં વસતા માલધારીઓના પશુઓ માટે સઘન ટીક કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારના 89 ગામો અને નેસડાઓને લક્ષ્ય બનાવી અત્યાર સુધીમાં 13,000થી વધુ પશુઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.