જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા વાહકજન્ય રોગ નિયંત્રણ સંકલન સમિતિની યોજાઈ બેઠક
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લાના તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન જિલ્લામાં વાહકજન્ય રોગોની વર્તમાન પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને તેમના કાર્યક્ષેત્ર મુજબ અસરકારક અને સમયબદ્ધ પગલાં લેવા સૂચના આપી હતી.