Skip to main content
Settings Settings for Dark

Live TV

X

બોટાદના ગોરડકા ખાતે ગાય આધારિત ખેતી અંગે શિબિર: ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન

આ શિબિરમાં બોટાદ જિલ્લાના કૃષિ, બાગાયત, આત્માના કર્મયોગીઓએ તેમજ ખાતર ઉત્પાદન કરતી અને વેચાણ કરતી વિવિધ કંપનીઓ, ખેડૂત સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકએ ઉપસ્થિત ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતી દરમિયાન રાસાયણિક ખાતરના પર્યાય રૂપે જૈવિક તથા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ, ગાય આધારિત ખેતીમાં વપરાતા જીવામૃત તથા ઘન જીવામૃતના વપરાશથી થતાં ફાયદાઓ, રાસાયણિક ખાતરમાં જ ઉપલબ્ધ નેનો યુરિયા, નેનો ડીએપીના વપરાશ વધારવા, જમીનની ફળદ્રુપતા જાળવવા સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. 

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે કર્યું વૃક્ષારોપણ

આ પ્રસંગે રાજ્યપાલએ ગામની દીકરીઓ દ્વારા કરવામાં આવેલ વૃક્ષ જતનના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષની મહેનત ઓક્સિજનની માત્રામાં વધારો કરશે. પક્ષીઓને ઘર આપશે. છાંયડો આપશે.રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પડકારો ઉભા થયા છે. જેનું સમાધાન વૃક્ષોનું વાવેતર અને જતન છે. વૃક્ષ દેવતા છે. તેના જતનનું ઈશ્વરીય પવિત્ર કાર્ય આત્માને સંતોષ આપશે.રાજ્યપાલએ ગ્રામવાસીઓને આહવાન કર્યું કે, વડીલોએ જે વૃક્ષો વાવ્યા તેનો આનંદ આપણને મળ્યો, હવે આપણી જવાબદારી બને છે કે આપણી ભાવિ પેઢી માટે વૃક્ષોનું વાવેતર અને જતન કરીએ.

Gujarati

પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય: દેવભૂમિ દ્વારકાનું 'હરસિદ્ધિ વન' પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

2024 માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પિત આ સાંસ્કૃતિક વને માત્ર 22 મહિનામાં 10 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષીને કોસ્ટલ ટુરિઝમમાં નવી ઊંચાઈઓ સર કરી છે.દરિયાઈ પટ્ટી પર સ્થિત આ વનમાં 130 જેટલી વૃક્ષ પ્રજાતિઓ અને ૫૫ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. જેમાં વડ, પીપળો, પીલુ, નાળિયેર અને બદામ જેવા સ્થાનિક વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણના આ ભગીરથ કાર્યમાં અહીં વિવિધ વાટિકાઓ જેવી કે આયુષવન, ગુગળ વન, કેક્ટસ વાટિકા અને શ્રી કૃષ્ણ ઉ૫વનનું નિર્માણ કરાયું છે.

Gujarati

ગાંધીનગર NFSU ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી: 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ

કાર્યક્રમમાં NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા, NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી સહિતના સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારેએ જણાવ્યું હતું કે, કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલું આ વૃક્ષારોપણ અભિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ 2.0 ' પ્રોજેક્ટનો એક ભાગ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

Gujarati

પ્રાકૃતિક ખેતી એ જ ભવિષ્યની સુરક્ષા: ઉમરગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આહવાન

તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને માનવજાત કેન્સર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહી છે.

Gujarati

મોરબીમાં પ્રભારી સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક: જનકલ્યાણ કાર્યક્રમો અને ચોમાસાની તૈયારીઓ પર ભાર

આ બેઠકમાં પ્રભારી સચિવએ માર્ગ અને મકાન, પુરવઠા, સમાજ કલ્યાણ તેમજ મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠક દરમિયાન જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાન તેમજ મહિલાઓના આરોગ્ય અને સુરક્ષાલક્ષી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અપડેશન અને પ્રી-મોન્સૂન કામગીરી બાબતે જરૂરી ચર્ચા કરાઈ હતી. 

Gujarati

ભુજના જેબુનીશા ખત્રીને સરકારે માર્કેટીંગ પ્લેટફોર્મ આપતા બાંધણીના બિઝનેસને મળી નવી ઓળખ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળતા માર્કેટીંગ પ્લેટફોર્મ થકી તેમને ઓળખ મળતા તેમની સિમિત આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ અંગે જેબુનીશાબેન ખત્રી જણાવે છે કે, બંધેજનું કામ અમારા લોહીમાં છે. અમારી ચાર પેઢી બાંધણીની કલા-કારીગરી સાથે સંકળાયેલી છે. સાડી, દુપટ્ટા, ડ્રેસ, કુર્તા જેવી અનેક વેરાયટી અમે બનાવીએ છીએ. કંઇક આવક થઇ શકે તે માટે હું ઘર બેઠા જ આ બધી પ્રોડક્ટનું વેંચાણ કરતી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા તથા કારીગરોને અપાતા યોજનાકીય પ્રોત્સાહન થકી મને પણ ખૂબ લાભ થયો છે. ઘરની ચાર દિવાલ બહાર નીકળીને આજે હું મારા નાનકડા બિઝનેસ દેશના વિવિધ રાજ્યોના ગ્રાહકો સુધી લઇ જઇ શકી છું.

Gujarati

ફ્રેન્ચ ઓપન 2026: ક્વોલિફાયર માજા ચ્વાલિન્સ્કાએ ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત પહોંચી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં

તે ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ક્વોલિફાયર બની. ચ્વાલિન્સ્કાએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં નવ મેચ જીતી છે, જેમાં ક્વોલિફાયર રાઉન્ડમાં ત્રણ અને મુખ્ય ડ્રોમાં છનો સમાવેશ થાય છે. તે ઓપન યુગમાં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચનારી માત્ર બીજી ક્વોલિફાયર છે. અગાઉ, બ્રિટનની એમ્મા રાદુકાનુએ 2021 યુએસ ઓપનમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને ટાઇટલ પણ જીત્યું હતું.

શાનદાર સેમિફાઇનલ પ્રદર્શન

Gujarati

અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિને 'મિશન 5 મિલિયન ટ્રી'નો પ્રારંભ, મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ

શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'મિશન 5 મિલિયન ટ્રી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત AMC દ્વારા નાગરિકોને ઘરે બેઠા વૃક્ષારોપણની સુવિધા પૂરી પાડવામાં આવશે. રસ ધરાવતા નાગરિકો 'AMC સેવા એપ' પર રજીસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે રોપા મંગાવી શકશે.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શહેરમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે 'મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી' વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.

Gujarati

ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી ઊંચાઈઓ: 12 વર્ષમાં 4 રિજનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ

રાજ્યમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી GUJCOST દ્વારા પાટણ, રાજકોટ, ભાવનગર અને ભુજ ખાતે 4 અત્યાધુનિક રિજનલ સાયન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જેનો 25.64 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.પાટણ: 2022 માં લોકાર્પણ બાદ 14.86લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવી ચૂક્યા છે. આ કેન્દ્ર 2700 થી વધુ શાળાઓને જોડીને વિજ્ઞાન પ્રસારનું એપીસેન્ટર બન્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply