પ્રાકૃતિક ખેતી આજના યુગમાં કામ એક – લાભ અનેક જેવી ફાયદાકારક છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મુક્યો હતો. રાજ્યપાલએ જણાવ્યું કે રાજ્યમાં જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક મહિનાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે 5, જિલ્લા સ્તરે 3 અને તાલુકા સ્તરે 1 નવા કાયમી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ થવા જોઈએ. આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી આપણી જમીન, પાણી અને ખોરાક ઝેરીલા બની રહ્યા છે. આપણે ધરતી માતાને ફરીથી જીવંત કરવી પડશે.