Skip to main content
Settings Settings for Dark

Live TV

X

“જનજાતીય ગરિમા ઉત્સવ-2026” હેઠળ વ્યારા ખાતે રાજ્યકક્ષાનો "ગુજરાત આદિ ગૌરવ સન્માન" સમારોહ સંપન્ન

રાષ્ટ્રવ્યાપી અભિયાન “જનજાતિય ગરિમા ઉત્સવ-2026” અંતર્ગત તારીખ 2 જૂન, 2026ના રોજ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વ્યારા ખાતે રાજ્યકક્ષાના ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર 18 ‘અજાણ્યા નાયકો- અનસંગ હીરો’નું બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પદ્મશ્રી ડૉ. યઝદી ઇટાલીયા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, નારી શક્તિ પુરસ્કાર વિજેતા શ્રીમતી નિરંજનાબેન કલાર્થી અને શ્રીમતી ઉષાબેન વસાવા જેવા પ્રખ્યાત આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

Gujarati

ગુજરાત: ધોલેરા મોડેલ એક ઉદાહરણ પૂરું પાડે છે, ડ્રમ પ્લાન્ટેશન ઉજ્જડ જમીનમાં હરિયાળી ક્રાંતિ લાવે છે

આ પહેલ અમદાવાદ જિલ્લાના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) એક્ટિવેશન એરિયાના બ્લોક નંબર 29 માં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) ના ભંડોળ સહાયથી અમલમાં મૂકવામાં આવી રહી છે. વન વિભાગે સમજાવ્યું કે આ પહેલ જમીનની વધુ પડતી ખારાશ અને લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યાઓને સંબોધવા માટે બનાવવામાં આવી હતી, જેણે ઐતિહાસિક રીતે આ પ્રદેશમાં વનસ્પતિ વિકાસને મુશ્કેલ બનાવ્યો છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદી 5 જૂને સુરત અને દમણની મુલાકાત લેશે; 21,700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026 ના રોજ ગુજરાતના સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે.  તેઓ સુરત અને દમણમાં કુલ ₹21,770 કરોડથી  વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે .

ઇવેન્ટનો સમય અને વિગતો:

સુરતમાં સમયપત્રક

Gujarati

રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી

350થી વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ 1980ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહી હતી... કચ્છના સરહદી ગામ નિરોણામાં જે ખત્રી પરિવારોએ તેમની ગોદમાં આ કળાને 7 પેઢીથી ઉછેરીને મહેકાંવી હતી, તે હવે સમયની થપાટ સામે હારી જવાની આરે હતી. આ કળાને એક બાળકની જેમ પોતાની આંગળીના ટેરવે લાડ લડાવનાર ખત્રી પરિવારના મોભી હાસમભાઇનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઇ કકળી ઉઠતું હતું. તેમણે મનમાં ઠાની લીધું કે, ગમે તે થાય તે પરિવારની આ વિરાસતને લુપ્ત થવા નહીં દે !!

Gujarati

પ્રધાનમંત્રી મોદી સિટીગ્રુપના ચેરપર્સન જેન ફ્રેઝરને મળ્યા, આર્થિક વૃદ્ધિ અને રોકાણની તકો પર ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિટીગ્રુપના ચેરપર્સન અને સીઈઓ જેન ફ્રેઝર સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ, રોકાણની તકો, વૈશ્વિક મૂડી પ્રવાહ અને "વિકસિત ભારત 2047" ના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેની વિગતો ગુરુવારે જાહેર કરવામાં આવી હતી.

બેઠકમાં પોતાના દ્રષ્ટિકોણને શેર કરતા, પ્રધાનમંત્રી મોદીએ આર્થિક વિકાસને વેગ આપવા, ભારતીય કંપનીઓને વૈશ્વિક બજારોમાં વિસ્તરણ કરવાની તકો પૂરી પાડવા અને દેશમાં વિદેશી રોકાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

બેઠકમાં ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓ:

Gujarati

ઈન્ડોર-આઉટડોર પ્લાન્ટ્સ અને કિચેન ગાર્ડન અપનાવીને પર્યાવરણની કાળજી લેવાની કરીએ શરૂઆત

આધુનિક જીવનમાં ઘરને પર્યાવરણ-મિત્ર બનાવવું એ મોટી જવાબદારી તો છે જ, સાથે તે આપણા સ્વાસ્થ્ય અને સુખ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નાના-નાના પગલાંથી મોટા પરિવર્તન લાવી શકાય છે.આજના આધુનિક યુગમાં ઈન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સ એક લોકપ્રિય શોખ બની ગયા છે. ઘરની અંદર સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, પીસ લીલી જેવા છોડ હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન વધારે છે. બાલ્કની, ટેરેસ કે આંગણામાં આઉટડોર પ્લાન્ટ્સ જેમ કે રોઝ, હિબિસ્કસ અને ફ્રુટ પ્લાન્ટ્સ લગાવવાથી ઘરનું વાતાવરણ તાજગીથી ભરાઈ જાય છે. આ છોડ માત્ર સુંદરતા સાથે તાપમાન નિયંત્રિત કરીને ઊર્જા બચાવે છે અને પક્ષીઓ તથા પ્રકૃતિને પણ આકર્ષે છે.

Gujarati

વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) દર વર્ષે આપણને યાદ અપાવે છે પર્યાવરણ સંરક્ષણની

વનોનો વિનાશ, વધતું પ્લાસ્ટિક પ્રદૂષણ, વૈશ્વિક તાપમાન વધારો અને જીવવૈવિધ્યનું અદશ્ય થવું આપણી આંખ સામે છે. શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ છે. આપણે ટેક્નોલોજી અને આર્થિક વિકાસમાં આગળ વધ્યા છીએ, પરંતુ પર્યાવરણને ભૂલી ગયા છીએ. ક્યાંક આપણે હજુ પણ પર્યાવરણને “સંપત્તિ” તરીકે નહીં, પરંતુ “સ્ત્રોત” તરીકે જોઈએ છીએ. આ દિવસ ઉજવણી સાથે આત્મચિંતનનો પણ  છે.

Gujarati

પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર: જૂના કપડાંમાંથી બનતી કાપડની થેલીઓનો નવતર પ્રયોગ

પ્લાસ્ટિકના દૂષણને રોકવા અને 3-R (Reduce, Reuse, Recycle) અભિયાનને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં RRR સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.ગાંધીનગર મહાનગરપાલિકાએ સેક્ટર-૨૧ સ્થિત શાકમાર્કેટમાં એક અદભુત વ્યવસ્થા ઊભી કરી છે. અહીં નાગરિકો પોતાના ઘરે રહેલા જૂના અને નકામા કપડાં લઈને જઈ શકે છે, જેમાંથી ત્યાં ઉપસ્થિત બહેનો દ્વારા વિનામૂલ્યે કાપડની થેલીઓ તૈયાર કરી આપવામાં આવે છે.

Gujarati

વિશ્વ પર્યાવરણ દિવસ" : હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે સંકલ્પનો દિવસ

આજે "વિશ્વ પર્યાવરણ દિવસ" વિશ્વના 150થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જવાબદારીની ભાવના કેળવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો છે.વર્તમાન સમયમાં વધતું પ્રદૂષણ, વૈશ્વિક તાપમાનમાં વધારો, જંગલોનો નાશ, પાણીના સ્ત્રોતોનું ક્ષય અને પ્લાસ્ટિક કચરાની સમસ્યા સમગ્ર માનવજાત માટે પડકારરૂપ બની છે. આ પરિસ્થિતિમાં પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકારો કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે. વૃક્ષોનું જતન, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, ઊર્જા બચત, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો જેવા નાના પ્રયાસો પણ પર્યાવરણ સંરક્ષણમાં મોટું યોગદાન આપી શકે છે.

Gujarati

મંગળ ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરવા માટે નાસાનું પહેલું મિશન, MAVEN, સમાપ્ત થઈ ગયું છે; અવકાશયાનનો સંપર્ક તૂટી ગયો

નાસાએ જણાવ્યું હતું કે અવકાશયાન 18 નવેમ્બર, 2013 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 21 સપ્ટેમ્બર, 2014 ના રોજ મંગળની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. શરૂઆતમાં ફક્ત એક વર્ષ માટે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, તે 11 વર્ષથી વધુ સમય સુધી કાર્યરત રહ્યું, જે તેના નિર્ધારિત આયુષ્ય કરતાં ઘણું વધારે હતું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply