અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિને 'મિશન 5 મિલિયન ટ્રી'નો પ્રારંભ, મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ
શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'મિશન 5 મિલિયન ટ્રી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત AMC દ્વારા નાગરિકોને ઘરે બેઠા વૃક્ષારોપણની સુવિધા પૂરી પાડવામાં આવશે. રસ ધરાવતા નાગરિકો 'AMC સેવા એપ' પર રજીસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે રોપા મંગાવી શકશે.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શહેરમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે 'મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી' વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.