Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સેકટર-8 ખાતે ગાંધીનગર મહાનગર ભાજપાના કાર્યાલયની મુલાકાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

તેમણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આહ્વાન મુજબ યોગ્ય જતનના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને તેમાં ભાજપા સંગઠન વિશેષ રીતે યોગદાન આપે તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેએ આકાર પામી રહેલા નવા કાર્યાલય અંગે હર્ષ સંઘવીને વિવિધ માહિતી આપી હતી. મેયર મીરાબેન પટેલ સહિત કાર્યકરો આ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતાં.

Gujarati

રાજ્યપાલએ વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત

રાજ્યપાલએ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં ગૌવંશના અદ્વિતીય મહત્વને ઉજાગર કરતા તેઓ ગામના એક પશુપાલક  પટેલ મોગેશ બાબુના નિવાસસ્થાને ગૌ દુગ્ધ દોહન કર્યું હતું.ખેતરની આ મુલાકાત દરમિયાન તેમણે પરંપરાગત કૃષિ પદ્ધતિ મુજબ સ્વયં હળ જોતી પ્રેરણાદાયી પરંપરાગત કૃષિ પ્રવૃત્તિઓ કરી હતી અને ધરતીપુત્રો સાથે  ચર્ચા કરી પોતાના બહુમૂલ્ય કૃષિ વિષયક અનુભવો વહેંચ્યા હતા.

Gujarati

UPSC-2025માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનું સન્માન: નાયબ મુખ્યમંત્રીએ જમીન સાથે જોડાયેલા રહી સેવા કરવા કરી અપીલ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સફળ ઉમેદવારો અને તેમના પરિવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે UPSCમાં ગુજરાતી ઉમેદવારોનું નામ ભાગ્યે જ જોવા મળતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને સ્પિપા (SPIPA)માં કરવામાં આવેલા જરૂરી બદલાવોને કારણે આજે એક જ વર્ષમાં 35 ઉમેદવારો સફળ થયા છે, જે એક રેકોર્ડ છે.અધિકારી બન્યા બાદ પણ પોતાના મૂળને ન ભૂલવા અને હંમેશા જમીન સાથે જોડાયેલા રહી લોકોના દિલમાં સ્થાન જાળવી રાખવા તેમણે અપીલ કરી હતી.સફળ ઉમેદવારોને તેમના કાર્યક્ષેત્રની વહીવટી સમસ્યાઓના પ્રે

Gujarati

એસ.ટી. બસમાં મુસાફરી કરીને રાજ્યપાલ પહોંચ્યા સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ

આચાર્ય દેવવ્રતએ આ મુસાફરી દરમિયાન સહ-મુસાફરો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો.નોંધનીય છે કે, સાબરકાંઠાના કેશરગંજ ગામે રાજ્યપાલ મહોદય બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

Gujarati

દક્ષિણ ઝોનમાં AMCની સઘન કાર્યવાહી : 4,500 ચોરસ ફૂટ બાંધકામ દૂર કરી 350 મીટર ટી.પી. રોડ કરાયો ખુલ્લો

આ કામગીરી અંતર્ગત ટી.પી. સ્કીમ અમલીકરણ તેમજ દબાણ નિયંત્રણ સંબંધિત વિવિધ સ્થળોએ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.ટી.પી. સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેરમાર્ગોને ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે ટી.પી. સ્કીમ નં. 53 (ઈસનપુર) વિસ્તારમાં અસલાલીથી કમોડ સર્કલ તરફ જતા સર્વિસ રોડ પર આવેલા 15.00 મીટર પહોળાઈના ટી.પી. રોડ પરથી રોડ કપાતમાં આવતા 18 કોમર્શિયલ યુનિટોના પ્રકારના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકારમાં અંદાજે 4,500 ચોરસ ફૂટ જેટલું બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવતાં 1 જૂન 2026ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 01 જે.સી.બી.

Gujarati

અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ

અમદાવાદ જિલ્લામાં પણ આજથી વસતી ગણતરી-2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતા અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી.

Gujarati

ગીરમાં સિંહોના મોત બાદ વન વિભાગ એલર્ટ મોડ પર

છેલ્લા કેટલાક દિવસોમાં આઠ સિંહોના મોત થતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી  કાર્યાલય એટલે કે PMO દ્વારા પણ સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ ગીર પહોંચી તપાસ અને સમીક્ષા કરી રહી છે.ભાવનગર જિલ્લામાં હાલમાં અંદાજે 118 સિંહો નોંધાયેલા છે, જેમાંથી લગભગ 50 જેટલા સિંહોનો કાયમી વસવાટ હોવાનું માનવામાં આવે છે. આ તમામ સિંહો પર વન વિભાગ દ્વારા વિશેષ મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.વિભાગ દ્વારા અત્યાર સુધી 19 સિંહોને જરૂરી રસી આપવામાં આવી છે જ્યારે અન્ય સિંહો માટે પશુચિકિત્સકોની ટીમ સતત કામગીરી કરી રહી છે.

Gujarati

ભારત-ઓમાન વચ્ચે આર્થિક ભાગીદારી કરાર : ખેડૂતો અને નિકાસકારોને મળશે મોટી તક

આ કરાર અંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ દ્વારા લખવામાં આવેલો લેખ સોશિયલ મીડિયા પર શેર કરતા પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, વિકસિત અને મિત્ર દેશો સાથેના આવા વ્યાપારિક સમજૂતીઓ દરેક ભારતીયના જીવનસ્તરને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Gujarati

ગાંધીનગરના વર્ગ-1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષકને ત્યાં એસીબીના દરોડા: 2.64 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

લાંચની રકમ સ્વીકારતા હોવાની બાતમીના આધારે પોલીસે હાથ ધરેલી તપાસમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ, આરોપી અધિકારી સોલાર પ્રોજેક્ટના સેફટી સર્ટીફીકેટ અને એન.ઓ.સી. આપવામાં સ્થળ તપાસ કર્યા વગર જ ગેરકાયદેસર લાંચ મેળવતા હતા. આ લાંચની રકમ તેઓ પોતાની સરકારી સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં ઘરે લઈ જતા હોવાની ચોક્કસ બાતમી એસીબીને મળી હતી.

Gujarati

વડોદરામાં ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી તેજ: મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ

જેના ભાગરૂપે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓએ ઉત્તર ઝોનમાં ચાલી રહેલી કાંસ સફાઈની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.પદાધિકારીઓએ વોર્ડ નં. 2માં સમા કેનાલ રોડ, વોર્ડ નં. 1માં નિઝામપુરા સ્મશાન પાસે અને વોર્ડ નં. 3માં એમ.એસ. યુનિવર્સિટી ડી.એન. હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા બાલ ભવન પાસે હાથ ધરવામાં આવેલી સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી.નિરીક્ષણ દરમિયાન પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓને વરસાદી મોસમમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કામગીરી સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply