Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન: ઉત્તર ગુજરાતની બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને મળ્યું નવું જીવનદાન

" અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના દુઃખદ સમયે પણ ‘ગુપ્તદાન’ સ્વરૂપે અંગદાન કરવાનો સાહસિક અને માનવતાવાદી નિર્ણય લીધો છે. આ ઉમદા નિર્ણયના પગલે હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો 241 પર પહોંચી ગયો છે.

Gujarati

ગુજરાતમાં મેઘમહેરની આગાહી: 30 મે થી 2 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા 30 મે થી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ની અસરને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાતોના મતે, આ વરસાદી માહોલને લીધે આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને ગરમીમાં મોટી રાહત મળશે.

Gujarati

કચ્છમાં કેસર કેરીની મૌસમ જામી: અંજાર મેંગો માર્કેટમાં દૈનિક 40 હજાર બોક્સની આવક

અંજાર માર્કેટમાં અંદાજે 200 થી વધુ વેપારીઓ ખેડૂતો પાસેથી માલની ખરીદી કરે છે. અહીં  1996 થી શામજી ખૂટ દ્વારા કમિશન પ્રથા બંધ કરાવવામાં આવી હોવાથી ખેડૂતોને તેમના માલના પૂરેપૂરા ભાવ મળી રહે છે. અહીં પાંચ અને દસ કિલોના બોક્સમાં પેકિંગનું ચલણ વિશેષ છે અને બપોર બાદ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.અંજાર નજીક આવેલું ખેડોઈ ગામ કેસર કેરી અને ખારેકના ઉત્પાદન માટે જાણીતું છે. આ ગામના 700 થી 800 ખેડૂતો વાર્ષિક અંદાજે 70,000 થી 1 લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે.

Gujarati

પુરુષોત્તમ માસ અને અગિયારસના પવિત્ર અવસરે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર: ગોમતી સ્નાન અને દર્શનનો લાભ લીધો

વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ગોમતી નદીના ઘાટ પર સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. સ્નાન બાદ ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શનનો લ્હાવો લેવા માટે મંદિર પરિસરમાં લાંબી કતારો લગાવી હતી.આજે જગત મંદિરમાં સાંજે 'રૂક્ષ્મણી વિવાહ મનોરથ'ના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગના દર્શન કરવા અને પૂજા-અર્ચનાનો લાભ લેવા માટે સવારથી જ દ્વારકા નગરીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર-દૂરથી આવેલા ભાવિકોએ મંદિર પરિસરમાં હકડેઠઠ ભીડ વચ્ચે પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Gujarati

ગાંધીનગરમાં તરખાટ મચાવતી 'ચીખલીકર ગેંગ' ઝડપાઈ: 23 ઘરફોડ ચોરીના ગુનાઓનો પર્દાફાશ

પોલીસની સઘન તપાસમાં આ ગેંગ દ્વારા આચરવામાં આવેલી 23 ઘરફોડ ચોરીઓના ગુનાઓ ઉકેલાયા છે. દહેગામ વિસ્તારમાં રહેતા આ આરોપીઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. પોલીસની આ સફળ કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.હાલ પોલીસ દ્વારા આ ગેંગમાં સામેલ અન્ય સાગરિતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Gujarati

મધ્ય પૂર્વ કટોકટી છતાં નાણાકીય વર્ષ 2027 ની શરૂઆતમાં ગ્રાહક માંગ સ્થિર રહી: અહેવાલ

બુધવારે પ્રકાશિત થયેલા એક નવા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. JM ફાઇનાન્શિયલ રિસર્ચે અહેવાલ આપ્યો છે કે પશ્ચિમ એશિયાના તણાવને કારણે માર્ચમાં ઇનપુટ ખર્ચ (કાચો માલ, પેકેજિંગ ખર્ચ અને પામ તેલ) માં વધારો થયો હતો. વધુમાં, કટોકટીએ ચલણ અને પુરવઠા શૃંખલાઓને અસર કરી હતી.

Gujarati

ભારતીય શેરબજારનો BSE સૂચકાંક 141 પોઇન્ટના ઘટાડા સાથે 75 હજાર 867ની સપાટીએ રેડ ઝોનમાં થયો બંધ

તો નિફ્ટી પણ સપાટ કારોબારે 23 હજાર 907ની સપાટીએ બંધ થયો હતો.   બજારમાં સેકટોરિયલના આધારે જોઈએ તો  મીડિયા, પાવર, કેપિટલ ગુડઝમાં  3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તો મેટલ, ટેલિકોમ, બેકિંગ, ગેસ અને FMCG તેમજ ઓઇલ અને ગેસના શેરમાં વેચવાલી જોવા મળી હતી.   તો સોના -ચાંદી બજારમાં પણ ઘટાડાનો દૌર જોવા મળ્યો છે.  જેમાં સોનુ 500 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે  1 લાખ 57 હજારે રહ્યું છે. તો ચાંદી 2 હજાર રૂપિયા ઘટીને  2 લાખ 68 હજારે બંધ થઈ છે.  અને ભારતીય રૂપિયો  95.69 પ્રતિ ડોલરે સ્થિર રહ્યો છે.

Gujarati

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 30 મેથી રાજ્યમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.ગરમીથી ઝઝૂમતા રાજ્યવાસીઓ માટે હવામાન વિભાગે 30 મેથી 1 જૂન દરમિયાન વરસાદની આગાહી કરી છે.30 મે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.31  મે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદની શક્યતા છે.૧ જૂન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.વરસાદી માહોલ સર્જાતા રાજ્યમાં પડી રહેલી આક

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ટ્રેનની મુસાફરી દરમિયાન એક હૃદયસ્પર્શી સંવાદ

સફર દરમિયાન એક નાનકડી બાળકી રાજ્યપાલ મહોદય પાસે આવી અને પોતાની નિર્દોષતામાં એક એવો પ્રશ્ન પૂછ્યો કે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગઈ. બાળકીનો નિર્દોષ પ્રશ્ન: "મારો એક પ્રશ્ન છે. તમે આટલા ઊંચા હોદ્દા પર છો, તો પણ તમે ટ્રેનમાં કેમ મુસાફરી કરી રહ્યા છો?"આ પ્રશ્નના જવાબમાં રાજ્યપાલ મહોદયે જે સમજણ આપી તે દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. તેમણે ખૂબ જ સ્નેહભાવે કહ્યું: "બેટા, આપણા પ્રધાનમંત્રીશ્રીએ દેશને જે આહવાન કર્યું છે, તે આપણે સૌએ સમજવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પાસે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વિદેશથી આવતા ઈંધણનો પુરવઠો ખોરવાયો છે.

Gujarati

ઊંઝા APMC માં વૈશ્વિક કટોકટીની અસર: જીરું અને વરિયાળીના ભાવમાં ઘટાડો, જ્યારે અજમામાં ખેડૂતોને સારા ભાવ

વિદેશી માગ ઘટવાને લીધે ખેડૂતોને અપેક્ષિત ભાવ મળી રહ્યા નથી, તેમ છતાં ખેતીના ખર્ચ અને નાણાકીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખેડૂતો માલ વેચવા મજબૂર બન્યા છે.જીરું સિઝનમાં 4500 રૂપિયાની આસપાસ રહેલા ભાવ ઘટીને હાલ 3800 રૂપિયા સુધી પહોંચ્યા છે. રોજની 12,000 થી 13,000 બોરીની આવક નોંધાઈ રહી છે.વરિયાળી અગાઉ 6000 રૂપિયા સુધીના ભાવ ધરાવતી સારી વરિયાળીના ભાવ હાલ 1200 થી 3000 રૂપિયાની સપાટીએ આવી ગયા છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply