પ્રાકૃતિક ખેતી જ આવનારી પેઢી માટે સુરક્ષા કવચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
નવા કાંસિયાની શાળામાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેમણે ખેડૂતો સાથે સહજ સંવાદ સાધ્યો હતો.રાજ્યપાલે જણાવ્યું હતું કે, વધુ ઉત્પાદનની લ્હાયમાં યુરિયા અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી ધરતી ઝેરી બની રહી છે. પ્રાકૃતિક ખેતી એ 'ઝીરો બજેટ' ખેતી છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. તેમણે હરિયાણાના ગુરુકુલ કુરુક્ષેત્રનું ઉદાહરણ આપી ઉત્પાદન ઘટવાની ભ્રાંતિ દૂર કરવા ખેડૂતોને સફળ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લેવા સૂચવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.