Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે એસ.ટી. બસમાં કરી મુસાફરી

 રાજ્યપાલએ સુરતના અડાજણ બસ સ્ટેન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ની સાધારણ બસમાં બેસીને કરી હતી. આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે રાજ્યપાલએ પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને, એક સામાન્ય નાગરિકની મુસાફરી કરી જાતે પોતાની ટિકિટ લઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા ચુકવણી કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું હતું. મે મહિનાની  કાળઝાળ ગરમીમાં, જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજ્યપાલ દ્વારા આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે એસ.ટી. બસમાં કરી મુસાફરી

 રાજ્યપાલએ સુરતના અડાજણ બસ સ્ટેન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ની સાધારણ બસમાં બેસીને કરી હતી. આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે રાજ્યપાલએ પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને, એક સામાન્ય નાગરિકની મુસાફરી કરી જાતે પોતાની ટિકિટ લઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા ચુકવણી કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું હતું. મે મહિનાની  કાળઝાળ ગરમીમાં, જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજ્યપાલ દ્વારા આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે.

Gujarati

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMCએ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા

જેના ભાગરૂપે શહેરની સ્વચ્છતા જાળવતા સફાઈ કર્મચારીઓ માટે ઉનાળામાં AMCએ વિશેષ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.  AMCએ સોલિડ વેસ્ટ વિભાગના તમામ સફાઈ કામદારોને આ પહેલના ભાગરૂપે સફેદ ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ સફાઈ કામદારોને તેમને તડકાથી રાહત મળે. આ સફાઈ કામદારો માટે આ કામગીરી આખો ઉનાળો સતત ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત, તમામ ઝોનલ અને સબ-ઝોનલ કચેરીઓ ખાતે ઠંડા પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Gujarati

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહકાર ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજી અને ગ્રીન એનર્જીના સમન્વય પર કરાયુ મંથન

આ પ્રસંગે નાયબ દંડક કૌશિક વેકરીયા અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત સહકારની પવિત્ર ભૂમિ છે અને પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલું નવું 'સહકાર મંત્રાલય' આ ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યું છે. સહકારના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના ઉત્થાન માટે કટિબદ્ધ છે.વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ગ્રીન એનર્જી અને વેલ્યુ એડિશનનો નવો અધ્યાય સહકાર ક્ષેત્ર માટે આર્થિક સહાયનો રોડમેપ બનશે.

Gujarati

નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી મ્યાનમારની મુલાકાતે, દરિયાઈ સહયોગને નવી દિશા આપશે

આ મુલાકાત દરમિયાન, નૌકાદળના વડા મ્યાનમાર સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ જનરલ યે વિન ઓ, સંરક્ષણ પ્રધાન જનરલ યુ હટૂન આંગ અને મ્યાનમાર નૌકાદળના કમાન્ડર-ઇન-ચીફ એડમિરલ હટેન વિન સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકોમાં હાલના દરિયાઈ સહયોગની સમીક્ષા કરવામાં આવશે અને ઓપરેશનલ સ્તરે સંબંધોને મજબૂત બનાવવાની તકો તેમજ નવા સહયોગની ચર્ચા કરવામાં આવશે.

નૌકાદળના મથકોની મુલાકાત અને શ્રદ્ધાંજલિ

Gujarati

જામનગર: 'છોટી કાશી' હવે આધુનિકતાના પંથે,1200 કરોડના વિકાસકાર્યોથી બદલાશે શહેરની સુરત

લાલપુર અને ઠેબા ચોકડી પરના નવા ફ્લાયઓવર, વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક ઓડિટોરિયમ એ જામનગરની પ્રગતિના પ્રતીક છે.ગુજરાત સરકાર જામનગરના આંતરમાળખાને મજબૂત બનાવી રહી છે. છેલ્લા ત્રણ દાયકાના આયોજનબદ્ધ વિકાસથી શહેરનો નકશો બદલાયો છે. આધુનિક માર્ગો અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જામનગર આજે અન્ય મહાનગરોની હરોળમાં ઉભુ છે.

Gujarati

સુરત: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ‘ગ્રીન જોબ્સ’ અને ‘એડવાન્સ્ડ સ્કિલિંગ’ પર સેમિનાર યોજાયો

આ સેમિનારમાં ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશનના મિશન ડાયરેકટર અને સ્કિલ ડેવલપમેન્ટના ડિરેક્ટર કમલેશ રાઠોડ (આઈ.એ.એસ.) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ઉદ્યોગકારો સાથે સમજૂતી કરારોના આદાન-પ્રદાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

Gujarati

લેહમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન શરૂ, અમિત શાહે કર્યું ઉદ્ઘાટન

આ પ્રસંગે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. બુદ્ધ પૂર્ણિમાના શુભ પ્રસંગે 75 વર્ષ પછી આ અવશેષોનું લદ્દાખમાં પરત ફરવું ઐતિહાસિક માનવામાં આવે છે.

75 વર્ષ પછી પવિત્ર અવશેષોનું પરત ફરવું, એક ખાસ પ્રસંગ

અમિત શાહે કહ્યું કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું લદ્દાખમાં પરત ફરવું એ "મણિકંચન" પ્રસંગ છે. તેમણે કહ્યું કે આ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ સહિત તમામ ધર્મોના લોકોને આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરશે.

ભગવાન બુદ્ધનો સંદેશ આજે પણ સુસંગત છે

Gujarati

પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ કરી પહેલ

ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને 1 મે થી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. આથી ગુજરાતના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે.

Gujarati

સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-2026ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે

આ ગરિમામય અવસરની શરૂઆત તા.1લીએ સાંજે 5:00  કલાકે વાય જંક્શન, વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહાનુભાવોનું આગમન બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટીંગ કરવામાં આવશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શોનો સમાવેશ થાય છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply