જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો નહીં, ડૉ. ગણેશ જેવા લડવૈયા બનો: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
આ પ્રસંગે મંત્રીએ યુવાપેઢીને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું હતું કે, જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો નહીં, ડૉ. ગણેશ જેવા લડવૈયા બનો. તેમણે ડૉ. ગણેશ શૈક્ષણિક સંઘર્ષગાથાને અભ્યાસ કરતાં ગુજરાતના યુવાનો માટે દીવાદાંડી સમાન ગણાવી હતી.આરોગ્ય મંત્રી પાનશેરીયાએ વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના પ્રમાણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક દીકરી કે દીકરો આત્મહત્યા કરે ત્યારે મમ્મી-પપ્પાના સપના રોળાય છે. જેથી નિષ્ફળતામાં હતાશ થયા વિના અથાગ મહેનત કરીને ફરી બેઠા થવું એ જ સાચું જીવન છે.