Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનના ખુલ્લા જંગલમાં બે માદા ચિત્તા છોડવામાં આવ્યા

શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખુલ્લા જંગલમાં બે માદા ચિત્તા છોડતા, મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે મધ્યપ્રદેશની ભૂમિએ ચિત્તાઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડીને અને તેમને પોતાના પરિવારનો ભાગ બનાવીને તેમના પુનર્વસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.તેમણે કહ્યું કે  પ્રધાનમંત્રી મોદીએ લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં કુનોમાં 'પ્રોજેક્ટ ચિત્તા' શરૂ કર્યો હતો. આજે, દેશમાં આ ચિત્તા પુનઃપ્રવેશ પ્રોજેક્ટ ઝડપથી સફળતાની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. મધ્યપ્રદેશ આ મહત્વપૂર્ણ પ્રયાસમાં સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

Gujarati

હોર્મુઝમાં તણાવ વધ્યો: અમેરિકી જંગી જહાજો પર ઈરાની હુમલા બાદ ટ્રમ્પે ‘ડીલ’ સાઈન કરવાની આપી ચેતવણી

ટ્રમ્પે ઈરાનને જલ્દીથી પરમાણુ કરાર (ડીલ) પર હસ્તાક્ષર કરવાની કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેઓ આમ નહીં કરે તો ભવિષ્યમાં વધુ હિંસક પરાજયનો સામનો કરવો પડશે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, "ત્રણ વર્લ્ડ ક્લાસ અમેરિકી ડિસ્ટ્રોયર્સ સફળતાપૂર્વક હોર્મુઝની સામુદ્રધૂનીમાંથી બહાર નીકળ્યા છે. ઈરાને ડ્રોન અને મિસાઈલો વડે હુમલો કર્યો હતો, પરંતુ અમે તેને હવામાં જ તોડી પાડ્યા હતા. ઈરાની હુમલાખોરોની અનેક નાની નૌકાઓ દરિયામાં ડૂબાડી દેવામાં આવી છે.

Gujarati

ભાવનગર SOG દ્વારા 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાઓના મોબાઈલમાંથી બાંગ્લાદેશના કોડવાળા નંબર તેમજ સંબંધિત દસ્તાવેજો મળી આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.દેશભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર SOG પોલીસની ટીમે શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ચેકિંગ દરમિયાન પાંચ મહિલાઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી હતી.યાર્ડમાં આ મહિલાઓ મોઢું ઢાંકી સફાઈ અને મજૂરીનું કામ કરતી હતી. પોલીસે પૂછપરછ સાથે તેમના મોબાઈલ ફોનની તપાસ કરતાં બાંગ્લાદેશના કોડવાળા નંબર મળી આવ્યા હતા.

Gujarati

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે: શનિવારે શપથ ગ્રહણ સમારોહ

શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.સુવેન્દુ અધિકારીએ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હરાવીને પોતાની રાજકીય તાકાત સાબિત કરી હતી. આ વખતની ચૂંટણીમાં તેમણે મમતા બેનર્જીની સુરક્ષિત ગણાતી ભવાનીપુર બેઠક પરથી પણ પ્રચંડ વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. સતત બે ચૂંટણીમાં મમતા બેનર્જીને પરાજય આપવો એ અધિકારીની મોટી સિદ્ધિ માનવામાં આવે છે.પૂર્વ મેદિનીપુર જિલ્લામાં મજબૂત પકડ ધરાવતા સુવેન્દુ અધિકારીએ ૧૯૮૯માં વિદ્યાર્થી જીવનથી રાજકારણની શરૂઆત કરી હતી.

Gujarati

પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવામાં કાર્બન ક્રેડિટ ગેમ ચેન્જર સાબિત થશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા માટે બ્રાન્ડિંગ-માર્કેટિંગ ઉપર ભાર મુકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું યોગ્ય બ્રાન્ડિંગ થવાથી લોકોનો વિશ્વાસ વધશે. માર્કેટિંગ વ્યવસ્થા થવાથી લોકો પૂરતા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદી શકશે. આ ઉપરાંત કાર્બન ક્રેડિટ થકી ખેડૂતોને વધારાની આવક મળતા પ્રાકૃતિક કૃષિને વધુ વેગ અપાવવામાં કાર્બન ક્રેડિટ ગેમ ચેન્જર સાબિત થશે.રાસાયણિક ખેતીના કારણે આજે માનવ સ્વાસ્થ્ય, જમીન, પાણી અને પર્યાવરણ પર ગંભીર અસર પડી છે. મોટી સંખ્યામાં લોકો વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે, જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે તેમજ પાણી અને હવા પણ પ્રદૂષિત થઈ રહ્યા છે.

Gujarati

ભારતીય બાંધકામ સાધનો ઉદ્યોગે નવો વિક્રમ સર્જ્યો: નિકાસમાં 31.5% નો શાનદાર ઉછાળો

શુક્રવારે જાહેર થયેલા 'ઈન્ડિયન કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન' (ICEMA) ના અહેવાલમાં આ વિગતો સામે આવી છે.

Gujarati

ભારત-બાંગ્લાદેશ દરિયાઈ સહયોગ મજબૂત કરવા ભારતીય જહાજ ‘સાગર’ પહોંચ્યુ ચટગાંવ

બાંગ્લાદેશી જળસીમામાં બાંગ્લાદેશી નૌકાદળના જહાજ 'બીએનએસ અલી હૈદર' (F17) દ્વારા ભારતીય જહાજનું ભવ્ય સ્વાગત કરી તેને બંદર સુધી એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું.બાંગ્લાદેશમાં ભારતીય હાઈકમિશનના જણાવ્યા અનુસાર, આ મુલાકાત 'આઈઓએસ સાગર 2026' બહુરાષ્ટ્રીય અભિયાનનો એક ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને પ્રાદેશિક સંકલનને મજબૂત કરવાનો છે.આ મુલાકાત દરમિયાન આઈઓએસ સાગરના કમાન્ડિંગ ઓફિસર બાંગ્લાદેશ નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ, કમાન્ડર ચટ્ટૌગ્રામ નેવલ એરિયા અને નેવલ ફ્લીટના કમાન્ડરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે.

Gujarati

ગુજરાત યાયાવર પક્ષીઓનું મનપસંદ આશ્રયસ્થાન: વર્ષ 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન

વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઈટ્સ, નડાબેટ અને કચ્છના ‘રોડ ટુ હેવન’માં અંદાજે 35 લાખથી વધુ સ્થાનિક અને વિદેશી પક્ષીઓ નોંધાયા છે. વન વિભાગના વાઈલ્ડલાઈફ પ્રભાગના જણાવ્યા અનુસાર, પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મહેમાન બને છે.નડાબેટમાં   14 .90 લાખ પક્ષીઓ સાથે પક્ષીઓની પહેલી પસંદ બન્યું છે. અહીં સુરખાબ (લેસર ફ્લેમિંગો)ની સંખ્યા 9 લાખથી વધુ નોંધાઈ છે.ખીજડીયામાં અહીં સૌથી વધુ 347 પ્રજાતિના 3.12 લાખ પક્ષીઓ જોવા મળ્યા છે. વર્ષ 2021માં તેને ‘રામસર સાઈટ’નો દરજ્જો મળ્યો હતો. ધોળાવીરા પાસેના આ સ્થળે ચાલુ વર્ષે 7.90લાખ પક્ષીઓ નોંધાયા છે.

Gujarati

અમેરિકા-ઈરાન તણાવની અસર: ભારતીય શેરબજારમાં કડાકો

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો હતો.

બજારની સ્થિતિ:

BSE સેન્સેક્સ: 516.33 પોઈન્ટ (0.66%) ના ઘટાડા સાથે 77,328.19 પર બંધ રહ્યો.

NSE નિફ્ટી: 150.50 પોઈન્ટ (0.62%) ઘટીને 24,176.15 ની સપાટીએ પહોંચ્યો.

Gujarati

સોમનાથનું પુનઃનિર્માણ ભારતની સભ્યતાના પુનરુત્થાનનું પ્રતીક: CM હિમંત બિસ્વા સરમા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં તેમણે મંદિરના આધ્યાત્મિક મહત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ મંદિરનું પુનઃનિર્માણ ભારતની સ્થાયી સાંસ્કૃતિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે.મુખ્યમંત્રીએ સંસ્કૃત શ્લોક ““सोमलिंगं नरो दृष्ट्वा सर्वपापैः प्रमुच्यते, लभते फलम् मनोवाञ्छितम् मृतः स्वर्गं समाश्रयेत”.” ટાંકીને જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભ પટેલની ભૂમિકાને પણ યાદ કરી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply