પ્રથમ દિવસે 48 કિલો મહિલા કેટેગરીમાં ચાઈનીઝ તાઈપેઈના બે ખેલાડીઓએ નામે કર્યા ગોલ્ડ અને સિલ્વર મેડલ
આજની આ સ્પર્ધામાં ચાઈનીઝ તાઈપેઈ (TPE) ના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલ ટેલીમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. સ્નેચ (Snatch) વિભાગમાં વાન લિંગ ફેંગે સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્ક (Clean and Jerk) અને ઓવરઓલ ટોટલ (Total) કેટેગરીમાં યી ચેન હુઆંગે ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠતા સાબિત કરી હતી.યજમાન ભારત માટે પણ આજનો દિવસ ગૌરવશાળી રહ્યો હતો. ભારતની સ્ટાર વેઈટલિફ્ટર કોમલ કોહરે 48 કિલો કેટેગરીના ‘ક્લીન એન્ડ જર્ક’ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે જ ‘ઓવરઓલ ટોટલ’ સ્કોરમાં પણ ત્રીજું સ્થાન મેળવી ભારતની ઝોળીમાં બે કાંસ્ય પદક નાખ્યા છે.