અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિર સંપન્ન
આ પ્રસંગે તેમણે મહેસૂલ વિભાગની છેલ્લા પાંચ મહિનાની કામગીરીને બિરદાવતા વહીવટમાં વધુ પારદર્શિતા અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કલેક્ટર માત્ર જમીન સુધારણા પૂરતા મર્યાદિત ન રહીને જિલ્લાના સાચા વડા તરીકે જવાબદારી નિભાવે. તેમણે પ્રવાસન, ઉદ્યોગ અને MSME એકમોના વિકાસ માટે કલેક્ટર કચેરીને વધુ સક્રિય થવા સૂચન કર્યું હતું. વહીવટી પરિવર્તનનું ફળ છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ.