Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી સાથ આપવા બદલ વિયેતનામનો આભાર: પ્રધાનમંત્રી મોદી

હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી ભારત યાત્રાની શરૂઆત બંને દેશોની સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક છે.ભારત અને વિયેતનામ હવે તેમના સંબંધોને 'એન્હાન્સ્ડ કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ'ના સ્તરે લઈ જઈ રહ્યા છે.

Gujarati

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની વડોદરા મહાનગરપાલિકાની ટીમે લીધી મુલાકાત

આ મુલાકાતનો મુખ્ય હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી તથા ઓડિટોરિયમ જેવા વિવિધ સુવિધાઓના સંચાલન અને મેનેજમેન્ટની પદ્ધતિનો અભ્યાસ કરવાનો હતો. આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાંથી આવેલી ટીમને સાતેય ઝોન હેઠળના વિવિધ વિભાગોની વિસ્તૃત મુલાકાત કરાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા મુખ્યત્વે કાંકરિયા સ્વિમિંગ પૂલ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તેમજ વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત રાણીપ અંડરબ્રિજ નીચે આવેલ સ્પોર્ટ્સ સેન્ટર, એમ.જે.

Gujarati

ઊનાળાની ગરમીમાં AMCના સ્વિમિંગ પૂલમાં જનમેદનીનો ઉત્સાહ

હાલ શહેરમાં કુલ 21 સ્વમિંગ પૂલ કાર્યરત છે. જેનો દરરોજ સરેરાશ 15 હજાર જેટલા લોકો લાભ લે છે. AMC સંચાલિત તમામ સ્નાનાગરોમાં બાળકોની સ્પર્ધાત્મક પ્રતિયોગીતા માટે એડવાન્સ બેચ ચાલુ કરવામાં આવેલ છે. સ્વિમિંગ શીખવા આવતા 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે  સાંજે 7:30થી 8:15 વાગ્યા સુધી તેમજ સ્વિમિંગના જાણકાર હોય તેમની 8:15 થી 9 વાગ્યા સુધી  સ્પેશિયલ બેચ ચાલુ કરવામાં આવેલ છે. ઊનાળાની આકરી ગરમીમાં આવતા બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત તમામ લોકો માટે સ્નાનાગરમાં ORSની વ્યવસ્થા કરવામાં આવેલ છે.  આ સિવાય, સ્વચ્છતા અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ અને તેનું સુપરવિઝન કરવામાં આવે છે.

Gujarati

ગામડાંના ખેડૂત અને પશુધનની સ્થિતિ સુધારવી એ જ ખરા અર્થમાં 'રાષ્ટ્રધર્મ': રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આ સમારોહમાં પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના કુલ  676 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં પી.એચ.ડી. સ્નાતકોનો પણ સમાવેશ થાય છે. તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે 92 ચંદ્રકો એનાયત કરી સન્માનિત કરાયા હતા.દીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, માત્ર નોકરી મેળવવી એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ, પરંતુ સાચું જીવન બીજાના કલ્યાણ માટે જીવવામાં છે. તેમણે યુવા પશુચિકિત્સકોને આહવાન કર્યું હતું કે તેઓ ઓફિસ છોડીને સીધા ખેડૂતોના દ્વાર સુધી પહોંચે.

Gujarati

પેરિસમાં ભારતનું ‘ભારત ઇનોવેટ્સ 2026’ અભિયાન લોન્ચ

આવતા મહિને ફ્રાન્સના નીસ (Nice) શહેરમાં યોજાનારા મોટા સંમેલન પૂર્વે આ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતના શિક્ષણ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને CII ના પ્રતિનિધિઓ સહિત ફ્રાન્સની 50 થી વધુ અગ્રણી સંસ્થાઓએ ભાગ લીધો હતો.‘ભારત ઇનોવેટ્સ 2026’ અંતર્ગત સેમિકન્ડક્ટર, સ્પેસ, સંરક્ષણ, બાયોટેકનોલોજી અને નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન જેવા 13 મુખ્ય તકનીકી ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.આ પહેલ હેઠળ ભારતના 120 અગ્રણી ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ ને ફ્રાન્સ લઈ જવામાં આવશે, જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સંશોધન સંસ્થાઓ સાથે જોડાવાની તક મળશે.શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવોએ જણાવ્યું હતું કે, આ પ

Gujarati

બ્રિક્સ: એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ

6 અને 7 મે દરમિયાન ચાલનારી આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત નવા સભ્ય દેશોના શ્રમ અને રોજગાર ક્ષેત્રના પ્રતિનિધિઓ સહભાગી થશે.શ્રમ બજારને ઔપચારિક બનાવવું અને કામદારો માટે સામાજિક સુરક્ષા પ્રણાલીમાં સુધારો કરવો.કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને તેમના સમાવેશમાં આવતા અવરોધો દૂર કરવા માટે નીતિગત ચર્ચાઓ.ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ સહિત તમામ શ્રમિકોને ડિજિટલ માધ્યમથી સેવાઓ અને સુરક્ષા પૂરી પાડવી.બદલાતા સમય સાથે ડિજિટલ કૌશલ્ય મજબૂત કરવું અને બ્રિક્સ દેશો વચ્ચે કૌશલ્ય વિકાસમાં સહયોગ સાધવો.આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ પણ તેમના નિષ્ણા

Gujarati

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે થાય છે ડિજિટલ પેમેન્ટથી

રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. આકંડાઓ તેની સાબિતી પુરે છે. હાલમાં, નિગમની દૈનિક આવકમાં લગભગ 30 ટકા આવક કેશલેસ માધ્યમોથી થાય છે.અમદાવાદનાં રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા કર્યા વગર તેમણે કન્ડક્ટર દ્વારા તરત જ જનરેટ કરાયેલા QR કોડને સ્કેન કરીને ટિકિટનું પેમેન્ટ કર્યુ. “GSRTCની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. મારા જેવા હજ્જારો લોકો નિયમિત રીતે માત્ર ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરે છે.

Gujarati

અડાલજમાં મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ: નાગરિકોની સુખાકારી માટે ‘ઝીરો ટોલરન્સ’ પર ભાર

'કોલોબરેટ, ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ'ની થીમ પર આધારિત આ શિબિરમાં રાજ્યના જિલ્લા કલેક્ટરો અને ઉચ્ચ મહેસૂલી અધિકારીઓ સહભાગી થયા છે.મુખ્યમંત્રીએ કલેક્ટરોને લોકોના પ્રશ્નોનું નિવારણ સ્પષ્ટતા અને સંવેદના સાથે હસતા મુખે કરવા શીખ આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ'ના મંત્રને ચરિતાર્થ કરવા મહેસૂલ વિભાગને આહવાન કર્યું હતું.દાદા ભગવાનના બોધને ટાંકતા તેમણે જણાવ્યું કે, 'હું જ કરું છું' તેવો અહંકાર ત્યજીને જનસેવા કરવી એ જ સાચું દાયિત્વ છે.

Gujarati

UIDAI અને NFSU વચ્ચે ઐતિહાસિક સમજૂતી: સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે જોડાણ

સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે આ પાંચ વર્ષની લાંબી ભાગીદારી ભારત માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.સહયોગના 6 મુખ્ય ક્ષેત્રો આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ સાયબર સુરક્ષા ઓડિટ,ફોરેન્સિક સંશોધન,તકનીકી સહાયતા,શૈક્ષણિક વિકાસ,માહિતી સુરક્ષા,નવી ટેકનોલોજી પર સંશોધન  મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.આ ભાગીદારી હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન, ડીપફેક ઓળખ અને ક્રિપ્ટોગ્રાફી જેવી આધુનિક ટેકનોલોજી પર સંયુક્ત સંશોધન કરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે તાલીમ અને રોજગારીની નવી તકો પણ ઊભી કરવામાં આવશે.આ કરારનું આદાન-પ્રદાન UIDAI ના સીઈઓ વિવેક ચંદ્ર વર્મા અને NFSU ના પ્રોફેસર એસ.

Gujarati

વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામની ભારત મુલાકાત: વ્યાપાર અને સપ્લાય ચેઈન સંબંધોને મળશે વેગ

વર્ષ 2016 માં શરૂ થયેલી 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી' હેઠળ બંને દેશો હવે આર્થિક સહયોગના નવા માળખા તરફ આગળ વધી રહ્યા છે.વર્ષ 2016માં જે દ્વિપક્ષીય વ્યાપાર 5.4 અબજ ડોલર હતો, તે 2025 માં વધીને રેકોર્ડ 16.46 અબજ ડોલર પર પહોંચ્યો છે.ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ વ્યાપારમાં 28%નો મજબૂત વધારો જોવા મળ્યો છે.આયાત-નિકાસ: વિયેતનામ ભારતને ઈલેક્ટ્રોનિક્સ અને મશીનરી પૂરી પાડે છે, જ્યારે ભારત વિયેતનામને ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ અને ટેક્સટાઈલ મટીરિયલની નિકાસ કરે છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply